________________
गुर्जरविवेचनसमन्वितः
१९
માની લઈએ તો? (પછી તો વિષની વિશેષરૂપતા, મોદકના વિશેષરૂપથી અભિન્ન નહીં બને* ને?)
ઉત્તર : પણ એવું માનવામાં, એક જ વસ્તુ ઉભયરૂપ માનવાના વાદની હાનિ થશે ! કારણ કે વિશેષરૂપતા સામાન્યથી ભિન્ન હોવાથી, વિષ જો વિશેષરૂપ હોય, તો તે તદભિન્ન સામાન્યરૂપ નહીં હોઈ શકે... અને જો સામાન્યરૂપ હોય, તો તદભિન્ન વિશેષરૂપ નહીં હોઈ શકે. ફલતઃ એક જ વસ્તુ ઉભયરૂપ માની શકાશે નહીં.
પ્રશ્નઃ તો મોદક-વિષગત સામાન્યથી,એ વિષમાં રહેલી વિશેષરૂપતા ભિન્નભિન્ન માનીએ
તો ?
ઉત્તર : પણ તેવું ન મનાય, કારણ કે તેમાં વિરોધ છે. જે બે ભિન્ન હોય, તે બે અભિન્ન શી રીતે? અને જે બે અભિન્ન હોય, તે બે ભિન્ન શી રીતે ? ઇત્યાદિ...
એટલે વિષમાં રહેલી વિશેષરૂપતા, મોદકના વિશેષરૂપથી ભિન્ન માનવારૂપ પ્રથમ વિકલ્પ તો યોગ્ય નથી જ.
(૨) વિષમાં રહેલી વિશેષરૂપતાને સ્વરૂપનિયત (સર્વ વિજાતીયથી ભિન્ન) પણ ન મનાય, કારણ કે તે મોદક-વિષાદિથી અભિન્ન એવાં સામાન્યથી અભિન્ન છે. (માત્ર સ્વરૂપનિયત પદાર્થ, આ રીતે બીજાના સામાન્યથી અભિન્ન ન હોય.)
પ્રશ્નઃ સ્વરૂપનિયત માનવા, અમે તેને મોદક-વિષાદિગત સામાન્યથી ભિન્ન માનીએ તો?
ઉત્તરઃ શાબાશ. તો તો એ વિશેષરૂપતા જ વસ્તુરૂપ ફલિત થઈ, કારણ કે તે જ અર્થક્રિયાના ઇચ્છુકોના પ્રવર્તનવ્યવહારનો વિષય બને છે.
આશય એ કે, જે અર્થક્રિયાકારી હોય તે જ પરમાર્થથી સત્ છે. પ્રસ્તુતમાં વિષમાં રહેલી (મારકત્વાદિ રૂપ) વિશેષરૂપતા જ, વિષના ચાહક જીવોને વિષ અંગે પ્રવર્તાવે છે, તદભિન્ન સામાન્યરૂપતા નહીં.”
પ્રશ્ન પણ અર્થક્રિયા કરનારને જ વસ્તુરૂપ કહેવાનું કારણ શું?
ઉત્તરઃ કારણ એ જ કે, વસ્તુનો સ્વભાવ ફળવિશેષના ઉપાદાનભાવથી ઓળખાય છે. દા.ત. ઘડારૂપ ફળને દેખીને નિશ્ચિત થાય કે તેનું કો'ક માટી નામનું ઉપાદાનકારણ છે જ. આમ માટી રૂપ વસ્તુ, ઘટરૂપ ફળના ઉપાદાનકારણ તરીકે ઓળખાય છે... હવે ફળ તો અર્થક્રિયા કરનારનું જ હોવાનું (ખપુષ્પ જેવા અર્થક્રિયાવિહોણાનું નહીં.) એ પરથી જ અમે કહીએ છીએ કે, અર્થક્રિયા કરનાર જ વસ્તુરૂપ છે... (એટલે અર્થક્રિયાકારી વિશેષરૂપતા જ વસ્તુરૂપ ફલિત થાય, સામાન્યરૂપતા
* ભાવ એ કે, વિષગત વિશેષરૂપતા અને મોદક+વિષાદિગત સામાન્ય એ બંનેનો અભેદ; એ જ વિષની વિશેષરૂપતાને મોદકના વિશેષરૂપ સાથે અભિન્ન કહેતો હતો... પણ અમે એને જ ઉડાડી દઈએ, પછી તો વિશેષરૂપતા ભિન્ન જ ફલિત થાય ને ?
* જો સામાન્યરૂપતા, એ વિશેષરૂપતાથી અભિન્ન હોત, તો તે પણ અર્થક્રિયાર્થીના પ્રવર્તન વ્યવહારનો વિષય બનત અને વસ્તુરૂપ ફલિત થાત... પણ તમારા હમણાના અભ્યપગમ પ્રમાણે, વિશેષરૂપતાથી એ સામાન્ય જુદું છે, એટલે તે વ્યવહારનો વિષય ન બને અને વસ્તુરૂપ પણ ન બને, એવો ગર્ભિત આશય જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org