________________
१४
पर्यायाऽभेदिनोऽनित्यं द्रव्यं स्यात्तत्स्वरूपवत् । स्याद्वादविनिवृत्तिश्च नानात्वे संप्रसज्यते ।। १ ।। व्यतिरिक्ताव्यतिरिक्तपक्षस्तु विरोधाघ्रातत्वादनुद्घोष्य एव ।। इति द्वितीयपूर्वपक्ष: ।।२।।
૨. ‘પર્યાવા મેવિનો નિત્યું' કૃતિ પૂર્વમુદ્રિતપાઃ ।
- પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : એ શંકા પણ યુક્ત નથી, કારણ કે અહીં આવી નિત્યતા પણ ન સંભવે અને તેનું કારણ એ જ કે પર્યાયથી જુદું દ્રવ્ય સિદ્ધ થતું નથી. તે આ પ્રમાણે - પર્યાયથી જુદું દ્રવ્ય નથી, કારણ કે તેવો અનુભવ નથી થતો. અથવા જો જુદું હોય એવું માનો, તો એકને અનેકરૂપ માનવાના વાદની હાનિ થશે. કહ્યું છે કે – “પર્યાયથી અભિન્ન દ્રવ્ય પર્યાયસ્વરૂપની જેમ અનિત્ય થઈ જાય. હવે જો દ્રવ્ય-પર્યાય ભિન્ન માનો, તો સ્યાદ્વાદની નિવૃત્તિ થઈ જાય’” અને ભેદાભેદપક્ષ તો વિરોધગ્રસિત હોવાથી બોલવા યોગ્ય જ નથી.
अनेकान्तवादप्रवेशः
ૐ સ્યાદ્વાદીકલ્પિત નિત્યતા અસંગત છે
વિવેચન ઃ સ્યાદ્વાદીનું ઉપરોક્ત કથન બિલકુલ યુક્ત નથી, કારણ કે તમે દ્રવ્યાનુવૃત્તિના કારણે જે નિત્યતા કહો છો, તે નિત્યતા તો સંભવિત જ નથી. તેનું કારણ એ કે, પર્યાયથી જુદા દ્રવ્યનું અસ્તિત્વ જ સિદ્ધ નથી. જુઓ
<0
પર્યાયથી જુદું સ્વતંત્ર કોઈ દ્રવ્ય છે જ નહીં, કારણ કે પર્યાયથી જુદા દ્રવ્યનો અનુભવ કદી થતો નથી. માટી આદિ દ્રવ્યનો શિવકાદિ પર્યાયરૂપે જ અનુભવ થાય છે, સ્વતંત્ર માટીરૂપે નહીં. જો પર્યાયથી દ્રવ્યને જુદું માનવામાં આવે, તો દ્રવ્ય-પર્યાય બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થતાંદ્રવ્ય પર્યાયરૂપ ન બની શકવાથી - જુદા જુદા પર્યાયો એક દ્રવ્યના છે તેવું કહી નહીં શકાય અને તેથી એક જ વસ્તુ ‘અનેકરૂપ’ છે તેવું પણ કહીં નહીં શકાય. એટલે તો સ્યાદ્વાદની હાનિ થશે જ. આ વિશે કહ્યું છે કે
“પર્યાયની સાથે અભેદપણે રહેનારું દ્રવ્ય, પર્યાયના સ્વરૂપની જેમ અનિત્ય થઈ જાય... અને જો પર્યાય અને દ્રવ્ય એક ન હોય, તો - એક વસ્તુ અનેકરૂપ ન બની શકતાં - સ્યાદ્વાદની હાનિ થાય...”
-
Jain Education International
વળી દ્રવ્ય-પર્યાયનો ભેદાભેદ પણ ન માની શકાય, કારણ કે એકત્ર ભેદાભેદ હોવામાં વિરોધ છે. એટલે આ પક્ષ પણ વિરોધગ્રસિત હોવાથી બોલવા યોગ્ય નથી.
નિષ્કર્ષ : આમ પર્યાયથી જુદું દ્રવ્યનું અસ્તિત્વ જ સિદ્ધ ન હોવાથી એને લઈને પણ નિત્યતા સંગત થાય નહીં. ફલતઃ વસ્તુને નિત્યાનિત્યરૂપ માનવી તર્કસંબદ્ધ નથી.
।। કૃતિ દ્વિતીયપૂર્વક્ષઃ ।।
For Personal & Private Use Only
www.jainelibrary.org