________________
गुर्जरविवेचनसमन्वितः
ચાદ્વાદમતે નિત્યતાનું સ્વરૂપ છે વિવેચનઃ અમે દ્રવ્યને કૂટસ્થનિત્યરૂપે (=સદાસ્થાયી એકરૂપે) નિત્ય નથી માનતા, કારણ કે અમે તો પર્યાયને આશ્રયીને તેને કથંચિત્ અનિત્ય પણ માનીએ છીએ...
પ્રશ્ન : તો સ્યાદ્વાદમતે નિત્યતા કેવી મનાય છે ?
ઉત્તરઃ જુઓ; વસ્તુ પૂર્વ ક્ષણમાં પણ હોય છે, ઉત્તરક્ષણમાં પણ હોય છે. એ બંને ક્ષણકાલીન (પર્યાયરૂપ) અવસ્થા જુદી જુદી હોય છે. પણ એ બે વચ્ચે સંબંધ છે, કારણ કે પૂર્વ અવસ્થાના ત્યાગથી જ ઉત્તર અવસ્થા ઉત્પન્ન થાય છે. આ સંબંધથી જ જે અસ્તિત્વમાં આવે છે, તે અન્વયી એવું દ્રવ્યત્વ છે અને તેને લઈને જ અમે નિત્યત્વ માનીએ છીએ.
(તાત્પર્ય એ કે, પ્રતિક્ષણે પર્યાયો ભિન્ન છે, પણ તેમાં એક જ દ્રવ્ય રહેલું છે, તેને આશ્રયીને નિત્યતા છે. દા.ત. નરકમાંથી તિર્યચ/મનુષ્ય થવા છતાં પણ, આત્મારૂપ દ્રવ્યત્વેન એ જીવની નિયતા છે.)
વળી, પર્યાયોની જેમ દ્રવ્યનો પ્રતિક્ષણ ઉચ્છેદ નથી થતો, કારણ કે દ્રવ્યરૂપે વસ્તુના ઉચ્છેદની પ્રતીતિ કદી નથી થતી.
(આશય એ કે, દ્રવ્યમાં હંમેશાં પૂર્વ - ઉત્તર ક્ષણ એવા વિભાગ થઈ જ શકે છે. પણ તે રૂપે તેનો ઉચ્છેદ ક્યારેય થતો નથી, અર્થાત્ એક અન્વયી પદાર્થ તો રહે જ છે. એ વાતમાં કારણ એ જ કે, પૂર્વ-ઉત્તર અવસ્થા વચ્ચે જે સંબંધ (અન્વય) છે, તેનાથી અસ્તિત્વમાં આવતા અન્વયી એવા દ્રવ્યરૂપે ઉચ્છેદની પ્રતીતિ કદી થતી નથી. (અર્થાત્ પૂર્વ-ઉત્તર અવસ્થા વચ્ચે સંબંધ હંમેશાં જણાય છે.) કહેવાનો ભાવ એ કે, ક્રમભાવી એ પર્યાય વચ્ચેના સંબંધના (આ પૂર્વ અને આ ઉત્તર પર્યાય એવા સંબંધના) નાશની પ્રતીતિ કદી થતી નથી. એટલે એવા બે વિભાગ જેના થઈ શકે એવું અન્વયી દ્રવ્ય નિત્ય જ છે.)
વળી પર્યાયરૂપે પણ માત્ર પર્યાયનો જ ઉચ્છેદ થાય છે, અર્થાત્ દરેક ક્ષણે જે નાશ થાય છે, તે પર્યાયનો જ થાય છે, કારણ કે તેનો જ સ્વભાવ એક ક્ષણ રહેવાનો છે. દ્રવ્યનો તેવો સ્વભાવ ન હોવાથી, તેનો નાશ થવાનું કારણ જ નથી અને તેથી તેનો નાશ પણ થતો નથી. દા.ત. માટી, ઘટ-કપાલાદિરૂપે અનિત્ય હોવા છતાં પણ પુદ્ગલ રૂપે - દ્રવ્યરૂપે તો નિત્ય જ છે.
આમ વસ્તુના નિત્યાનિત્ય બંને સ્વરૂપ સંગત હોય, તો વસ્તુ ઉભયરૂપ કેમ ન બને? તેમાં દોષ શું?
હવે એકાંતવાદી, સ્યાદ્વાદમતે દોષ આપવા પોતાનું વક્તવ્ય રજૂ કરે છે.
____इयमप्ययुक्ता, यस्माद् एषाप्यत्र नित्यता न संभवति, पर्यायव्यतिरिक्तस्य द्रव्यस्यासिद्धेः, तथाहि- न पर्यायव्यतिरिक्तं द्रव्यमस्ति, तथानुभवाभावात्; व्यतिरिक्तभावे वा, अनेकरूपैकवस्तुवादहानिप्रसङ्गः । तथा चोक्तम्
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org