________________
अनेकान्तवादप्रवेशः
છે (૨) નિત્યાનિત્ય એકાંતવાદ છે. વિવેચનઃ એક વસ્તુમાં અનેક વિરુદ્ધ ધર્મનું જોડાણ ન થાય, એ કથનથી “વસ્તુ નિત્યાનિત્ય...” એ વાત પણ નિરાકૃત થઈ સમજવી. કારણ કે એક જ વસ્તુને નિત્યાનિત્ય માનવામાં પણ વિરોધ છે જ. તે આ પ્રમાણે –
(૧) જે વસ્તુ અપ્રશ્રુત (=નાશ ન પામે તેવા), અનુત્પન્ન ઉત્પન્ન ન થવાના) અને સ્થિર રહેવાના એક સ્વભાવવાળી હોય, તેને “નિત્ય' કહેવાય છે.
હવે આપણે નિત્ય વસ્તુના આવા ત્રણ વિશેષણોનું પદકૃત્ય જોઈએ –
(ક) જો માત્ર “એકસ્વભાવી” એટલું જ કહીએ, તો ક્ષણસ્વભાવી વસ્તુ પણ – એકસ્વભાવી હોવાથી – નિત્ય બની જાય, માટે જ “સ્થિર' એમ કહ્યું.
(ખ) કેટલાક લોકો સ્થિર-એકસ્વભાવી સાદિ-અનંત એવા મોક્ષને અને કાર્યવૅસને નિત્ય માને છે, તેના વ્યવચ્છેદ માટે “અનુત્પન્ન” એમ કહ્યું. જયારે મોક્ષ અને કાર્યધ્વસ તો ઉત્પન્ન થાય છે.
(ગ) તૈયાયિકો, કાર્ય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી સ્થિર-એકસ્વભાવી અને અનાદિ એવા પ્રાગભાવને નિત્ય માને છે, તેના વ્યવચ્છેદ માટે “અપ્રશ્રુત-અવિનાશી' એમ કહ્યું... જ્યારે પ્રાગભાવ તો નાશ પામે છે.
(૨) જે વસ્તુ, બીજા હેતુથી નહીં, પણ સ્વભાવથી પોતાની મેળે જ બીજી ક્ષણે નાશ પામનારી હોય અને માત્ર એક ક્ષણ રહેવાના સ્વભાવવાળી હોય, તેને “અનિત્ય' કહેવાય છે.
આમ નિત્ય-અનિત્ય બંનેનું સ્વરૂપ વિરોધી હોવાથી, વસ્તુ જો નિત્ય (અપ્રશ્રુત, અનુત્પન્ન, સ્થિર એક સ્વભાવવાળી) હોય, તો અનિત્ય (=ક્ષણસ્થિતિક) કેવી રીતે ? અને અનિત્ય હોય તો નિત્ય કેવી રીતે ? એટલે એક જ વસ્તુ નિત્યાનિત્યરૂપ માની શકાય નહીં.
स्यादारेका-'न हि कूटस्थनित्यतया नित्यं द्रव्यमभ्युपगम्यतेऽस्माभिः, परिणामिनित्यताभ्युपगमात्; किन्तु पूर्वोत्तरक्षणप्रविभागेन प्रबन्धवृत्त्या । न ह्यस्य पर्यायाणामिवोच्छेदः, तद्रूपेण तथाप्रतीतेः । पर्याया एव हि पर्यायरूपेण निरुध्यन्ते, न तु द्रव्यम्; इति नित्यमभ्युपगम्यते' ।।
- પ્રવેશરશ્મિભાવાર્થ ? આવું કહો કે “અમે દ્રવ્યને કૂટસ્થ નિત્યરૂપે નથી માનતા, પણ પરિણામી નિત્ય માનીએ છીએ, અર્થાતુ, પૂર્વાપર જુદી જુદી ક્ષણોમાં પણ પ્રબંધવૃત્તિથી (=અન્વયી દ્રવ્યની અનુવૃત્તિથી) નિત્ય માનીએ છીએ. હવે એ અન્વયી દ્રવ્યનો પર્યાયોની જેમ ઉચ્છેદ નથી થતો, કારણ કે તેવા દ્રવ્યરૂપે ઉચ્છેદની પ્રતીતિ કદી થતી નથી. પર્યાયો જ પર્યાયરૂપે નાશ પામે છે, દ્રવ્ય નહીં. એટલે જ અમારા વડે વસ્તુ નિત્ય મનાય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org