________________
गुर्जरविवेचनसमन्वितः
११
જો સંપૂર્ણપણે કરે, તો સંપૂર્ણ વસ્તુ ભાવરૂપ (સરૂપ) જ ફલિત થાય, કારણ કે અભાવરૂપ તો કોઈનું કારણ બનતું નથી; બને તો તેને અભાવ જ ન કહેવાય, કારણ કે અભાવ તો સર્વશક્તિથી વિકલ તુચ્છરૂપ હોય છે. અભાવને પણ તમે કારણ માનતા હો, તો તો પૈસાના અભાવથી સોનું વગેરે ઉત્પન્ન થવા લાગશે અને તો જગતમાં કોઈ ગરીબ નહીં રહે.
પ્રશ્નઃ અભાવ બધું ઉત્પન્ન કરે એવો નિયમ નથી. પ્રતિનિયત અભાવ, પ્રતિનિયત વસ્તુને ઉત્પન્ન કરે...
ઉત્તરઃ એવું ન કહી શકાય, કારણ કે તુચ્છરૂપે બધા અભાવ સરખા છે, દરેક અભાવનું જુદું જુદું પ્રતિનિયત સ્વરૂપ નથી. એટલે, જેમ મૃમાં ઘટજનનશક્તિ મનાય છે, તેમ પ્રતિનિયત અભાવમાં પ્રતિનિયત કાર્યની શક્તિ માની શકાતી નથી. તેથી અભાવથી કોઈ પ્રતિનિયત કાર્યની ઉત્પત્તિ ન મનાય.
નિષ્કર્ષ એટલે કારણનું અસરૂપ તો અભાવરૂપ હોઈ તેનું કોઈ કાર્ય નથી અને તો કાર્ય દ્વારા એ અસરૂપનું અનુમાન શી રીતે થઈ શકે ? અને અસરૂપતાના જ્ઞાન વિના વસ્તુ સદસરૂપ છે એવું પણ શી રીતે જણાય ?
એટલે વસ્તુ સદસરૂપ હોવામાં કોઈ પ્રમાણ નથી, એને માનવામાં તમારી અંધશ્રદ્ધા જ જણાઈ આવે છે. કહ્યું છે કે –
“પ્રત્યક્ષ દ્વારા સંવેદન નથી થતું અને કાર્ય દ્વારા અનુમાન પણ નથી થતું, છતાં જો એક વસ્તુ ઉભયાત્મક જ હોય તો તે કેવળ શ્રદ્ધાગમ્ય જ છે.”
તિ પ્રથમપૂર્વપક્ષ ! આ પ્રમાણે એકાંતવાદીએ, સદસરૂપ અનેકાંતવાદનું નિરાકરણ કર્યું. હવે નિત્યાનિત્યરૂપ અનેકાંતવાદનું નિરાકરણ કરવા યુક્તિઓ રજૂ કરે છે –
___एतेन नित्यानित्यमपि प्रत्युक्तमेवमवगन्तव्यम्, विरोधादेव । तथाहि-अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभाव नित्यमाख्यायते, प्रकृत्यैकक्षणस्थितिधर्मकं चानित्यमिति । ततश्च यदि नित्यम्, कथमनित्यम् ? अनित्यं चेत्, कथं नित्यं ? इति ।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : એનાથી નિત્યાનિત્ય સ્વરૂપ પણ નિરાકૃત થયું જ સમજવું. તે આ પ્રમાણે- અપ્રટ્યુત, અનુત્પન અને સ્થિર એક સ્વભાવવાળાને નિત્ય કહેવાય છે અને સ્વભાવથી જ એકક્ષણસ્થિતિક વસ્તુને અનિત્ય કહેવાય છે. તેથી વસ્તુ જો નિત્ય હોય, તો અનિત્ય કેવી રીતે? અને અનિત્ય હોય, તો નિત્ય કેવી
રીતે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org