________________
अनेकान्तवादप्रवेशः
પ્રશ્ન - જે આકારે ભેદ છે તે જ આકારે અભેદ અને જે આકારે અભેદ છે તે જ આકારે ભેદ... એવું માનીએ તો? ઉત્તર : તો તેય બરાબર નથી, કારણ કે તેમાં વિરોધ છે. જુઓ - જે આકારે ભેદ હોય તે જ આકારે અભેદ કેવી રીતે? અને જે આકારે અભેદ હોય તે જ આકારે ભેદ કેવી રીતે? હવે જો જે આકારે ભેદ હોય તે જ આકારે ભેદ-અભેદ બંને કહો અને જે આકારે અભેદ હોય તે જ આકારે અભેદ-ભેદ બંને કહો, તો ફરી એ જ દોષ આવી પડશે કે, જે આકારે ભેદ હોય તે આકારે તો ભેદ જ હોવાનો અને જે આકારે અભેદ હોય તે આકારે તો અભેદ જ હોવાનો... ઇત્યાદિ
વિવેચન : (૩) ધર્મ-ધર્મી વચ્ચે ભેદભેદ પણ ન મનાય, કારણ કે જે આકારે ભેદ હોય, તે આકારે તો બંનેનો ભેદ જ હોવાનો અને જે આકારે અભેદ હોય તે આકારે તો અભેદ જ હોવાનો... અને આવું હોવામાં તો ધર્મ-ધર્મીનો ભેદ કે અભેદ જ માનવો પડે અને તેથી તો એક વસ્તુ ઉભયરૂપ સંગત થાય નહીં.
(તાત્પર્ય એ કે, જો ધર્મ-ધર્મીનો જે આકારે ભેદ છે તે આકારે ભેદ જ હોય, તો ઉપરોક્ત ભેદવિકલ્પગત દોષો આવે અને જે આકારે અભેદ છે તે આકારે અભેદ જ હોય, તો અભેદ વિકલ્પગત દોષો આવે... એટલે જ એક વસ્તુ ઉભયરૂપ સિદ્ધ થાય નહીં.)
પૂર્વપક્ષઃ ધર્મ-ધર્મીનો, જે આકારે ભેદ હોય તે જ આકારે અભેદ પણ હોય અને જે આકારે અભેદ હોય તે જ આકારે ભેદ પણ હોય.. એવું માની લઈએ તો ?
ઉત્તરપક્ષ: પણ એવું ન મનાય, કારણ કે તે બેનો જે આકારે ભેદ છે તે આકારે (તો ભેદ જ હોવાનો) અભેદ શી રીતે ? અને જે આકારે અભેદ છે તે આકારે (તો અભેદ જ હોવાનો) ભેદ શી રીતે ? એટલે એક જ આકારે ભેદ-અભેદ હોવામાં સ્પષ્ટ વિરોધ છે.
પૂર્વપક્ષ : જે આકારે ભેદ હોય, તે આકારે ભેદ અને અભેદ એમ બંને છે (એટલે તેનાથી અભેદ પણ ઘટી જાય) અને જે આકારે અભેદ હોય, તે આકારે અભેદ-ભેદ બંને છે (એટલે તેનાથી ભેદ પણ ઘટી જાય.) આ રીતે ભેદભેદ માનીએ તો?
ઉત્તરપક્ષ : તો ફરી એની એ જ વાતો આવૃત્ત થશે કે; જે આકારે ભેદ હોય તે આકારે તો ભેદ જ હોવાનો, અભેદ શી રીતે ? અને જે આકારે અભેદ હોય તે આકારે તો અભેદ જ હોવાનો, ભેદ શી રીતે?
સાર એટલે ભેદભેદપક્ષમાં, જે આકારે ભેદ અભેદ હોય, તે આકારે ભેદ/અભેદ જ હોવાથી, તેમાં ભેદ-અભેદરૂપ પ્રથમ - દ્વિતીય વિકલ્પગત દોષો આવે જ.. એટલે આમ ત્રણેય વિકલ્પો પ્રમાણે એક વસ્તુ ઉભયરૂપ હોય, એવું સિદ્ધ થતું નથી.
किञ्च-भेदाभेदमभ्युपगच्छताऽवश्यमेवेदमङ्गीकर्तव्यम्, इह धर्मधर्मिणोधर्मधर्मितया
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org