________________
गुर्जर विवेचनसमन्वितः
<
સદસ ્પ કેવી રીતે ? અથવા તો સત્ત્વ-અસત્ત્વરૂપ જુદા જુદા ધર્મોથી અભિન્ન થતાં, ધર્મના સ્વરૂપની જેમ, ધર્મીનું સ્વરૂપ પણ જુદું જુદું થઈ જાય... એ રીતે પણ એક વસ્તુ ઉભયરૂપ કેવી રીતે ?
५
એક જ વસ્તુને ઉભયરૂપ માનવામાં દોષપરંપરા
વિવેચન : જો એક જ વસ્તુને સદસદ્ ઉભયરૂપ માનીએ, તો વસ્તુના સત્ત્વ-અસત્ત્વરૂપ બે ધર્મો માનવા પડે. હવે અહીં પણ કહો કે, ધર્મ-ધર્મી વચ્ચે શું છે? (૧) ભેદ, (૨) અભેદ, કે (૩) ભેદાભેદ ?
(૧) ધર્મ-ધર્મીનો ભેદ તો ન મનાય, કારણ કે સત્ત્વ-અસત્ત્વ બંને ધર્મો જો ધર્મીથી જુદા હોય, તો તે ત્રણેનું જુદું જુદું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થતાં, ‘એક જ વસ્તુ સદસદ્ ઉભયરૂપ છે' - એવું શી રીતે કહેવાય ?
(૨) ધર્મ-ધર્મીનો અભેદ પણ ન મનાય, કારણ કે અભેદ બે પ્રકારે હોઈ શકે છે, તેમાંથી તમે કયો પ્રકાર માનો છો ? (ક) શું સત્ત્વ-અસત્ત્વનો ધર્મી સાથે અભેદ માનો છો, કે (ખ) ધર્મીનો સત્ત્વ-અસત્ત્વ સાથે અભેદ માનો છો ? આ બંને પ્રકારમાં દોષ છે. જુઓ -
—
-
(ક) ધર્મનો ધર્મીની સાથે અભેદ માનો, તો ધર્મીથી અભિન્ન જેમ ધર્મીનું સ્વરૂપ જુદું જુદું ન હોય, તેમ ધર્મીથી અભિન્ન સત્ત્વ-અસત્ત્વ પણ જુદા જુદા ન હોય, અર્થાત્ બે એક જ થાય... અને જો બે એક થાય, તો વસ્તુ ‘ઉભયરૂપ’ શી રીતે કહેવાય ? કારણ કે સત્ત્વ-અસત્ત્વ બે જુદા જુદા હોય, તો જ તેની ઉભયરૂપતાનો વ્યપદેશ થાય, અન્યથા નહીં.
*
(ખ) ધર્મીનો ધર્મ સાથે અભેદ માનો, તો ધર્મીનો સત્ત્વ-અસત્ત્વરૂપ ધર્મો સાથે અભેદ થવાથી, જેમ ધર્મોનું સ્વરૂપ જુદુ જુદું છે, કારણ કે ‘બે’ છે, તેમ ધર્મીનું સ્વરૂપ પણ જુદું જુદું થઈ જશે, અર્થાત્ સત્ત્વથી અભિન્ન ધર્મ જુદો અને અસત્ત્વથી અભિન્ન ધર્મી જુદો – એમ જુદા જુદા બે ધર્મો થઈ જશે અને તો ‘એક જ ધર્મી’ ઉભયરૂપ છે, એવું નહીં કહી શકાય. વળી, ધર્મી બે હોય એવું કદી જોવાતું પણ નથી ને તમે માનતા પણ નથી...
अथ भेदाभेदः, अत्रापि येनाकारेण भेदः तेन भेद एव, येन चाभेदः तेनाभेद एव, तदेवमपि नैकमुभयरूपम्; अथ येनैवाकारेण भेदस्तेनैवाभेदः, येनैव चाभेदः तेनैव भेदः; કૃતિ ? તવ્યેવારુ, વિરોધાત્; તથાન્તિ-વૃત્િ યેનારે મેવઃ, થં તેનેવામેવઃ? अथाभेदः, कथं भेदः ? इति । अथ येनाप्याकारेण भेद:, तेनापि भेदश्चाभेदश्च, इत्युभयम्, येनापि चाभेद:, तेनाप्यभेदश्च भेदश्च इत्युभयमेव, अत्रापि येनाकारेण भेद:, तेन भेद एव; येन चाभेद:, तेनाभेद एव; इति तदेवावर्तते ।
• પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : હવે (૩) ભેદાભેદ કહો, તો અહીં પણ
આકારે ભેદ છે તે આકારે ભેદ જ રહેવાનો અને જે આકારે અભેદ છે તે આકારે અભેદ જ રહેવાનો... આ રીતે પણ એક વસ્તુ ઉભયરૂપ સિદ્ધ ન થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org