________________
४
પૂર્વાગ્રંથ
* (૧) સદસદ્ એકાંતવાદ
એક જ ઘટ, જ્ઞાન વગેરે વસ્તુઓ સત્ પણ હોય ને અસત્ પણ હોય, એવું તો વળી શી રીતે ઘટી શકે ? જુઓ – સત્ત્વ અસત્ત્વને છોડીને રહ્યું છે. (જેમ કે ઘટમાં...) અને અસત્ત્વ સત્ત્વને છોડીને રહ્યું છે (જેમ કે ખપુષ્પમાં.)
अनेकान्तवादप्रवेशः
અન્યથા, જો આવું ન માનો, અર્થાત્ સત્ત્વ-અસત્ત્વ બંને એકબીજાને છોડીને રહ્યા છે એવું ન માનો, તો સત્ત્વ-અસત્ત્વમાં કોઈ ભેદ જ નહીં રહે, તેઓ એક થઈ જશે ! એટલે ઘટાદિ વસ્તુઓ જો સત્ હોય, તો અસત્ શી રીતે ? અને જો અસત્ હોય, તો સત્ શી રીતે ?
પ્રશ્ન : પણ એક જ વસ્તુમાં જેમ દ્રવ્યત્વ, પૃથ્વીત્વ વગેરે અનેક ધર્મો રહે છે, તેમ સત્ત્વઅસત્ત્વ પણ કેમ ન રહે ?
ઉત્તર : કારણ કે સત્ત્વ-અસત્ત્વ બંને પરસ્પર વિરોધી ધર્મો છે. એટલે તેઓનું એક જ ઠેકાણે અસ્તિત્વ હોવું અસંભવિત છે. કહ્યું છે કે
-
“અર્થક્રિયામાં સમર્થ હોય તે સદ્ અને અસમર્થ હોય તે અસદ્ - આમ સદ્-અસપણાનો વિરોધ હોવાથી, તેઓનો એકત્ર સમાવેશ કહ્યો નથી.’
“સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મો પરસ્પર વિરુદ્ધ જ છે, એટલે ખરેખર એક જ વસ્તુ સદસરૂપ હોવી સંગત થાય નહીં.”
किञ्च-सदसद्रूपं वस्त्वभ्युपगच्छता सत्त्वमसत्त्वं च वस्तुधर्मतयाभ्युपगतं भवति । ततश्चात्रापि वक्तव्यम्; धर्मधर्मिणोः किं तावद्भेदः ? आहोश्विदभेदः ? आहोश्विद्भेदाभेदः ? इति । तत्र यदि तावद्भेदः, ततः सदसत्त्वयोर्भिन्नत्वात् कथमेकं सदसद्रूपम् ? इति । अथाभेदः, ततः सदसत्त्वयोरेकत्वम्, एकस्माद्धर्मिणोऽभिन्नत्वात्, तत्स्वरूपवद्; अतोऽपि कथमेकं सदसद्रूपम् ? इति । धर्मिणो वा भेदः, सदसत्त्वयोरभिन्नत्वात्, तत्स्वात्मवत्; इत्थमपि कथमेकमुभयरूपम् ?।
- પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : બીજી વાત, વસ્તુને સદસ ્પ માનનારે સત્ત્વ અને અસત્ત્વને વસ્તુના ધર્મ તરીકે માનવા પડે. તો અહીં પણ કહેવું જોઈએ કે, ધર્મ-ધર્મી વચ્ચે શું છે ? ભેદ, અભેદ કે ભેદાભેદ ? (૧) જો ભેદ હોય, તો સત્ત્વ-અસત્ત્વ જુદા હોવાથી, એક જ વસ્તુ સદસદ્પ કેવી રીતે ? અને (૨) જો અભેદ હોય, તો સત્ત્વઅસત્ત્વ એક ધર્મીથી અભિન્ન થતાં, ધર્મીસ્વરૂપની જેમ તેઓ એક જ થઈ જાય, એટલે પણ એક વસ્તુ
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only