________________
गुर्जरविवेचनसमन्वितः
મૈં પ્રવેશરશ્મિ !
ભાવાર્થ : અહીં કેટલાક અનાદિ કર્મવાસનાથી ઉત્પન્ન મહામોહથી આકુળ થયેલા ચિત્તવાળા જીવો, યથાવસ્થિત સદ્-અસત્, નિત્યાનિત્ય આદિ અનેકરૂપવાળી વસ્તુ અનુભવવા છતાં પણ સ્વીકારતા નથી અને પ્રશ્ન કરે છે કે, એક જ ઘટાદિ વસ્તુ ‘સત્’ અને ‘અસત્' શી રીતે હોઈ શકે ? તે આ પ્રમાણે - સત્ત્વ અસત્ત્વને છોડીને રહ્યું છે અને અસત્ત્વ સત્ત્વને છોડીને... જો એવું ન માનો, તો સત્ત્વ-અસત્ત્વમાં કોઈ ફેર નહીં રહે. એટલે જો તે (ઘટાદિ) સત્ હોય, તો અસત્ શી રીતે ? અને અસત્ હોય, તો સત્ શી રીતે ? કારણ કે એક ઠેકાણે સત્ત્વ-અસત્ત્વ હોવામાં તો વિરોધ છે. કહ્યું છે કે – “જે કારણથી સત્ત્વ-અસત્ત્વ બંને પરસ્પર વિરુદ્ધ જ છે, તે કારણથી ખરેખર એક જ વસ્તુ સદસદ્પ હોવી ઘટતી નથી.”
–
* પીઠિકા
વિવેચન વસ્તુ તે (૧) સદ્-અસદ્, (૨) નિત્યાનિત્ય, (૩) સામાન્ય-વિશેષ, (૪) અભિલાપ્ય-અનભિલાપ્ય - આદિ અનેકરૂપ છે, એવું તમામ જીવોને (શઠ-મિથ્યામાન્યતાગ્રસિત જીવોને પણ) અનુભવસિદ્ધ છે. (તેવી વસ્તુ જ અનુભવનો વિષય બને છે.)
તે છતાં, તે શઠપુરુષોમાં અનાદિકાલીન જ્ઞાનાવરણીયાદિ કર્મવાસનાથી ઉત્પન્ન થયેલ મહામોહ (=અજ્ઞાન) રહ્યો હોવાથી, જેમ ભારેકર્મી જીવ ભવસમુદ્રની નિર્ગુણતા ન સ્વીકારે, તેમ તેઓ યથાર્થ (સદસદાદિ અનેકરૂપ) વસ્તુને સ્વીકારતા નથી... અને આગળ વધીને તેઓ, અભિનિવેશથી વ્યાપ્ત મનવાળા થઈ આવા દૂષણો રજૂ કરે છે
1
(સંદર્ભ : હવે ગ્રંથકારશ્રી સૌ પ્રથમ પૂર્વપક્ષીની વાત રજૂ કરે છે. તેમાં પાંચ વિભાગ છે : (૧) સદસદ્ એકાંતવાદ, (૨) નિત્યાનિત્ય એકાંતવાદ, (૩) સામાન્ય-વિશેષ એકાંતવાદ, (૪) અભિલાપ્ય – અનભિલાપ્ય એકાંતવાદ, (૫) એકાંતવાદમાં જ મોક્ષ... ત્યારબાદ ગ્રંથકારશ્રી ક્રમશઃ એકેક વાદોનું સચોટ તર્કોથી ઉન્મૂલન કરી (૧) સદસદ્ અનેકાંતવાદ, (૨) નિત્યાનિત્ય અનેકાંતવાદ વગેરે પાંચ વાદને સિદ્ધ કરશે અને અનેકાંતવાદની શિરમોરતા જણાવશે.)
अनेकान्तस्तुतिः
सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फुरन्ति याः काश्चन सूक्तसम्पदः । तवैव ताः पूर्वमहार्णवोत्थिता जगत्प्रमाणं जिनवाक्यविप्रुषः ।।
श्रीमत्परमगम्भीरस्याद्वादामोघलाञ्छनम् । जीयाज्जैनेन्द्रचन्द्रस्य शासनं जिनशासनम् ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org