________________
अनेकान्तवादप्रवेशः
વિવેચન : વિવિધ પ્રકારે - પ્રતિપક્ષી અનેક ભાવના દ્વારા, અર્થાત્ (૧) ક્રોધ માટે પ્રશમની ભાવના દ્વારા, (૨) માન માટે માર્દવની ભાવના દ્વારા, (૩) માયા માટે આર્જવની ભાવના દ્વારા, (૪) લોભ માટે સંતોષની ભાવના દ્વારા... એવી અનેક ભાવનાઓ દ્વારા અને ભાવનાના પ્રતિપક્ષી ભાવોની પ્રબળતા દૂર થાય અને ફરીથી તેમને જીતવા ન પડે એ રીતે.
નિઃશેષતઃ જિતાયેલ રાગવાળા - સત્તામાંથી પૂર્ણપણે ક્ષય કરેલ અભિવૃંગરૂપ (આસક્તિરૂપ) રાગવાળા.. અહીં ‘રાગ’ પદ દ્વારા ઉપલક્ષણથી દ્વેષનું પણ ગ્રહણ કરવું... એટલે અર્થ થશે; પૂર્ણપણે ક્ષય કરાયેલ રાગ-દ્વેષવાળા.
સર્વજ્ઞ – સૂક્ષ્મ (પરમાણુ આદિ) વ્યવહિત (ભીંત આદિના વ્યવધાને રહેલા) અને દૂરવર્તી ભૂત-ભવિષ્ય-વર્તમાનગત સર્વ પદાર્થોને સર્વ પર્યાય સાથે જોનારા.
દેવોના નાથ ઇન્દ્રવડે કરાયેલી પૂજાવાળા - શક્ર વગેરે ઇન્દ્રો વડે કરાયેલી અષ્ટમહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાવાળા.
સભૂતવસ્તુવાદી - યથાવસ્થિત વસ્તુનું કથન કરનારા.
મોક્ષગતિના સ્વામી - મોક્ષગતિને આધીન કરવા દ્વારા સ્વામીરૂપે બનેલા અથવા મોક્ષકન્યાને વરીને તેના ભતૃરૂપ થયેલા.
મહાવીર પ્રભુ - (ફૂર વીર વિક્રાન્ત એ અર્થને આશ્રયીને) કષાયાદિ શત્રુઓને જીતવા દ્વારા મહાપરાક્રમી, (વિ ઉપસર્ગપૂર્વક ર તિવેરાયો અર્થને આશ્રયીને) વિશેષથી કર્મોને દૂર કરનાર એવા મહાવીર પ્રભુ.
જય પામે છે – વિજયવંત વર્તે છે.
આ પ્રમાણે પ્રભુસ્તુતિરૂપ મંગળ કરીને, હવે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગ્રંથથી જે કહેવાનું છે, તે શઠોક્તિઓના નિરાકરણનો પ્રારંભ કરે છે.
___ इह केचिदनादिकर्मवासनोद्भूतमहामोहाकुलीकृतचेतसो यथास्थितं सदसन्नित्यानित्याद्यनेकरूपं वस्त्वनुभवन्तोऽपि न प्रतिपद्यन्ते; प्रत्यवतिष्ठन्ते च-कथमेकमेव घटादिरूपं वस्तु सच्चासच्च भवति ? तथाहि-सत्त्वमसत्त्वपरिहारेण व्यवस्थितम्, असत्त्वमपि सत्त्वपरिहारेण, अन्यथा तयोरविशेषात् ततश्च तद्यदि सत्, कथमसत् ? अथासत्, कथं सत् ? इत्येकत्र सदसत्त्वयोर्विरोधात् । तथा चोक्तम् -
यस्मात्सत्त्वमसत्त्वं च विरुद्धं हि मिथो द्वयम् । वस्त्वेकं सदसद्रूपं तस्मात् खलु न युज्यते ।।१।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org