________________
-*
याकिनीमहत्तराधर्मसूनुसूरिपुरंदर श्रीहरिभद्रसूरिविजृम्भितो 0 55 अनेकान्तवादप्रवेश:
Jain Education International
g
વિ
अनेकान्तजयपताकाख्याऽऽकरग्रन्थप्रवेशद्वारभूतः 'प्रवेशरश्मि'- आख्यया सुरम्यगुर्जरविवृत्त्या समलङ्कृतः
जयति विनिर्जितरागः सर्वज्ञस्त्रिदशनाथकृतपूजः । सद्भूतवस्तुवादी शिवगतिनाथो महावीरः ।।१।।
।। श्रीशङ्खेश्वरपार्श्वनाथाय नमः ।।
।। શ્રી પ્રેમ-ભુવનમાનુ-નયયોષ-નિતેન્દ્ર-શુળરત્ન-રશ્મિરત્નસૂરિસગુરુભ્યો નમઃ ।। ।। હૈં નમઃ ।।
।। પ્રવેશરશ્મિ
અપ્રતિહત જ્ઞાનના ધારક પ્રભુ વીરની સ્યાદ્વાદમય વાણીનું મહત્ત્વ શું ? સ્યાદ્વાદગર્ભિત એકેક વચનો ટંકશાળી કેમ ? સ્યાદ્વાદમૂલક વચનની જ યથાર્થતા કેમ ? એકાંતવાદમાં દોષ શું ? એવા અનેક પ્રશ્નોનું સચોટ સમાધાન કરવા અને અનેકાંતવાદની શિરમોરતા જણાવવા, પરમપૂજ્ય સૂરપુરંદર હરિભદ્રસૂરિજી મહારાજાએ ‘અનેકાંતવાદપ્રવેશ’ નામની એક સુંદર કૃતિનું નિર્માણ કર્યું છે.
*
આ કૃતિમાં અનેકાંતવાદની અનેક રસપ્રદ વાતોનું સુંદર અને તર્કગર્ભિત નિરૂપણ છે.
આ કૃતિ, અનેકાંતજયપતાકા નામના આકર ગ્રંથના અધ્યયન માટે દ્વારભૂત છે, ભૂમિકારૂપ છે. અનેકાંતજયપતાકામાં બતાવેલા પદાર્થો અહીં સાર-સંક્ષેપરૂપે ધ્વનિત કરવામાં આવ્યા છે. (એટલે આ ગ્રંથના અધ્યયનથી અનેકાંતજયપતાકાનું અધ્યયન પણ સરળ બની જાય.)
હવે સૌ પ્રથમ ગ્રંથકારશ્રી, ગ્રંથની શરૂઆતમાં મંગળ કરવા, પ્રભુ વીરની સ્તવના કરે છે – મંગળ દ્વારા પ્રભુવીર સ્તુતિ *
શ્લોકાર્થ : વિવિધ પ્રકારે નિઃશેષતઃ જિતાયેલા રાગવાળા, સર્વજ્ઞ, દેવોના નાથ ઇન્દ્ર વડે કરાયેલી પૂજાવાળા, સદ્ભૂત વસ્તુને કહેનારા, મોક્ષગતિના સ્વામી મહાવીર પ્રભુ જય પામે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org