________________
गुर्जरविवेचनसमन्वितः
(૩) વળી, શીત-ઉષ્ણ સ્પર્શ બે જુદા જુદા ધર્મરૂપ છે, તો આવા જુદા ધર્મોનું એકપ્રદેશને લઈને એક-અભિન્નપણું હોવું વિરુદ્ધ જ છે... (અન્યથા) જો શીત-ઉષ્ણ સ્પર્શનું એક પ્રદેશમાં અસ્તિત્વ માનો, તો તે બેનો ભેદ જ ન રહે.
२०१
(આમ શીત-ઉષ્ણ સ્પર્શ તો ભિન્ન ધર્મરૂપ હોવાથી, તે બેનું એકત્ર અસ્તિત્વ હોવું વિરુદ્ધ છે.) પણ સદસ ્, નિત્યાનિત્ય વગેરે ધર્મો પરસ્પર ભિન્ન નથી જ; કેમ કે તે બધા ધર્મોનું તો એકત્ર અવસ્થાન થાય છે જ...
પ્રશ્ન : પણ એક જ વસ્તુ સદસદ્ ઉભયધર્મક હોઈ શકે ?
ઉત્તર : અરે ! ભૂલી ગયા ? અમે પૂર્વે જ કહી દીધું છે કે —ઘટાદિ દરેક વસ્તુઓ, પોતાના ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને સત્ છે અને બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને અસત્ છે' (એટલે વસ્તુઓ સદસદ્ - નિત્યાનિત્યાદિ અનેકધર્મક હોવામાં કોઈ ક્ષતિ નથી.)
દ્રવ્ય,
-
પ્રસ્તુતમાં કહેવાનું તાત્પર્ય એ કે, શીત-ઉષ્ણ સ્પર્શનો તો એકત્ર અસંભવ છે અને તેથી જ તે બેનો વિરોધ છે...પણ તેનું દૃષ્ટાંત લઈને, જે બેનું (સદસનું) અસ્તિત્વ સહભાવીરૂપે નિયત છે, તે બેમાં પણ વિરોધની કલ્પના કરવી એ ઉચિત નથી.
નહીંતર તો અતિપ્રસંગ એ આવે કે, શીતોષ્ણ સ્પર્શની જેમ, ઘટમાં સત્ત્વ-દ્રવ્યત્વ ધર્મનો પણ વિરોધ કલ્પવાનો પ્રસંગ આવે !
એટલે જેમનો એકત્ર અસંભવ છે, તેમનો વિરોધ બરાબર છે, પણ જેમનું નિશ્ચે સહભાવી અસ્તિત્વ છે, તેઓ વચ્ચે વિરોધ હોઈ શકે નહીં.
વળી, જે સ્પષ્ટ દેખાતું હોય, તેમાં વિરોધની ઉદ્ભાવના ન કરી શકાય... (આ વાતને આપણે એક દષ્ટાંતથી સમજીએ.) દા.ત. ઘટ તે શ્રવણેન્દ્રિયનો વિષય નથી, એટલે તેમાં ‘શ્રાવણત્વ’ પણ નથી... (એટલે શ્રાવણત્વ ઘટસત્ત્વનો વિરોધી છે, પણ તેટલા માત્રથી) તે શ્રાવણત્વ, કંઈ ધ્વનિસત્ત્વનો પણ વિરોધી નથી, કારણ કે ધ્વનિમાં તો શ્રાવણત્વનો ઉપલંભ થાય છે જ.
તો તેની જેમ સદસદ્ વિશે પણ સમજવું; અર્થાત્ ઘટાદિ વસ્તુઓ, સદસદ્ – નિત્યાનિત્યાદિ અનેકધર્મકરૂપે દેખાતી હોવાથી, તે વિશે પણ વિરોધની ઉદ્ભાવના થઈ શકે નહીં.
અને સજ્જન પુરુષો, અર્થના અધિગમમાં અનુભવને પ્રમાણ માનનારા છે (અર્થાત્ અનુભવના આધારે અર્થની વ્યવસ્થા માનનારા છે.)
(અન્યથા) બાકી જો અનુભવને પ્રમાણ ન માને, તો તો તે સજ્જન જ ન રહે... અને અનુભવને પ્રમાણ માનવામાં તો વસ્તુ સદસદ્ - નિત્યાનિત્યાદિ અનેકધર્મક જ સિદ્ધ થાય...
*
अभिन्ननिमित्तत्वेनापि विरोध: सिद्ध एव । नहि यदेव शीतस्पर्शस्य निमित्तं तदेवोष्णस्पर्शस्य, भेदाभावात्, तत्सङ्करोपलब्धिप्रसङ्गाच्च । न च सदसदादिधर्माणाम
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org