________________
अनेकान्तवादप्रवेश:
અને આમ એકકાળે - એકદ્રવ્યમાં તે બેનું હોવું વિરોધી પણ નથી, એટલે તમારી વાત અયુક્ત જણાઈ આવે છે.
*
२००
*
एककालैकद्रव्यैकप्रदेशासम्भवविरोधस्त्विष्ट एव, एकप्रदेशस्यापरदेशाभावेनावयवावयविभेदानुपपत्तेर्भिन्नधर्मत्वात् । भिन्नधर्मयोश्चैकत्वं विरुद्धमेव, अन्यथा तद्भेदाभावप्रसङ्गात् । न चैवं सदसन्नित्यानित्यादिभेदानां भिन्नधर्मत्वम् एकत्रैव भावात्, भावस्य च 'यतस्तत्स्वद्रव्यक्षेत्रकालभावरूपेण सत्, परद्रव्यक्षेत्रकालभावरूपेण चासद्' इत्यादिना प्रतिपादितत्वात् । ततश्च नासम्भवभाविना विरोधेन नियमभाविनामपि विरोधकल्पना न्याय्या, अतिप्रसङ्गात् । नहि श्रावणत्वं विरुद्धमपि घटादिसत्त्वेन नार्दसत्तया विरुद्ध्यते, तथोपलम्भात्, ‘अनुभवप्रमाणकाश्च सन्तोऽर्थाधिगमे' इति, अन्यथा तदभावप्रसङ्गात् । A પૂર્વમુદ્રિત્તે ‘નાડસત્તા' કૃતિ પા:, અત્ર B+E-પ્રતપાō: । - પ્રવેશરશ્મિ !
ભાવાર્થ : એકકાળે એકદ્રવ્યના એકપ્રદેશે ન હોવાથી વિરોધ કહેવું તો ઇષ્ટ જ છે; કેમ કે એકપ્રદેશનો બીજો પ્રદેશ ન હોવાથી, અવયવ-અવયવી એવા ભેદની ઉપપત્તિ ન થવાથી અને ભિન્નધર્મ હોવાથી (તેવું ઇષ્ટ જ છે.) અને ભિન્નધર્મનું એકપણું વિરુદ્ધ જ છે, અન્યથા તેના ભેદના અભાવનો પ્રસંગ આવે !
અને આ પ્રમાણે સદસ ્, નિત્યાનિત્યાદિ ભેદોનું ભિન્નધર્મપણું નથી; કેમ કે તેઓનો એકત્ર ભાવ છે અને તે ભાવ ‘વસ્તુ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઈને સત્ છે અને પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઈને અસત્ છે' - એ કથનથી અમે કહ્યો છે જ.
એટલે અસંભવથી થનારા વિરોધથી, નિયમભાવીઓમાં પણ વિરોધની કલ્પના ઉચિત નથી; કેમ કે તેમાં અતિપ્રસંગ આવે ! અને શ્રાવણત્વ ઘટાદિસત્ત્વ સાથે વિરોધી હોવા છતાં, નાદના (ધ્વનિના) સત્ત્વની સાથે વિરોધી નથી; કેમ કે તેવું દેખાય છે. અને સજ્જનો અર્થને જાણવામાં અનુભવને પ્રમાણ માને છે, અન્યથા તેના અભાવનો પ્રસંગ આવે !
* પંચમ વિકલ્પની વિચારણા
વિવેચન : તે બે સ્પર્શ, એકકાળે એકદ્રવ્યના એકપ્રદેશમાં ન હોઈ શકે - એટલે તે બેનો વિરોધ છે એવું કહો, તો તે ઇષ્ટ જ છે. તેના ત્રણ કારણ :
(૧) એક પ્રદેશનો બીજો કોઈ પ્રદેશ નથી કે જેથી જુદા જુદા પ્રદેશને લઈને તેમાં શીત-ઉષ્ણ સ્પર્શ ઘટી શકે...
(૨) તે એકપ્રદેશમાં ‘અવયવ-અવયવી’ એવા બે ભેદ ઉપપન્ન ન થાય કે જેથી એકપ્રદેશરૂપ અવયવીના શીત-ઉષ્ણ સ્પર્શરૂપ બે જુદા જુદા અવયવો સંગત થઈ શકે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org