________________
( ૧૬ )
પામીને પણ જેઓ નીરોગી નથી થયા, તેઓના કર્કશ રોગને દૂર કરવા તો ધન્વંતરી પણ સમર્થ નથી.'' હકીકતમાં અનેકાંત એ જીવનશુદ્ધિ માટેનું અત્યંત આવશ્યક અંગ ગણાય. તેનાથી સંકુચિત વૃત્તિ દૂર થઈને, દષ્ટિની વિશાળતા ખીલે છે. એટલે જ આ અનેકાંતને સમ્યક્ત્વનું મૂળ બીજ જણાવ્યું છે.
આ અનેકાંતની જ સમજણ સૂરિપુરંદર પ.પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ અનેકાંતજયપતાકા નામના ગ્રંથની અંદર વિસ્તારથી કરી છે. પણ તે સમજવામાં અઘરો હોવાથી, બાળજીવોને તેના પદાર્થો સંક્ષેપમાં ને સરળતાથી મળી શકે, તે માટે તેઓશ્રીએ જ એક નાનકડી સરળ-કૃતિનું નિર્માણ કર્યું છે, જેનું નામ છે અનેકાંતવાદપ્રવેશ !
આ ગ્રંથમાં અનેકાંતનો સુરમ્ય વિષય પાંચ દાખલાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. (૧) સદસાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્ય-વિશેષવાદ, (૪) અભિલાપ્ય-અનભિલાષ્યવાદ અને (૪) અનેકાંતમાં જ મોક્ષ...
આ પાંચે વિષયોને આપણે સ્થૂલ દૃષ્ટાંતથી સમજીએ –
જે જિનપૂજાદિરૂપ દ્રવ્યસ્તવ, ગૃહસ્થોને હોય છે, તે સાધુને નથી હોતો. એટલે આમ અપેક્ષાએ દ્રવ્યસ્તવ સદસત્ કહી શકાય.
• અર્થથી નિત્ય પણ આગમ, તે તે તીર્થંકરોના શાસનસ્થાપના વખતે સૂત્રથી નવું રચાય છે. એટલે આમ અપેક્ષાએ આગમ નિત્યાનિત્ય કહી શકાય.
• સામાન્યસ્વરૂપથી દ્વાદશાંગીરૂપ સમ્યØત પણ, સમ્યગ્દષ્ટિ-મિથ્યાર્દષ્ટિરૂપ વ્યક્તિવિશેષને લઈને સમ્યગ્-મિથ્યાશ્રુતરૂપે પરિણમે છે. આ કહેવાય શ્રુતની સામાન્યવિશેષરૂપતા.
• સાકર કેવી ? તો કહી શકાય કે ‘મધુર' પણ પછી પ્રશ્ન કરાય કે ‘મધુરતા કેવી ?' તો તે વિશે કંઈ જ કહી શકાતું નથી આને અભિલાપ્ય-અનભિલાપ્ય કહેવાય.
♦ બંધાયેલા આત્માનો જ પરિણતિવિશેષથી છુટકારો થાય છે. તો આવી બદ્ધ અને મુક્ત એવી જુદી જુદી અવસ્થાઓ અનેકાંતમય આત્માની જ થઈ શકે. એટલે જ કહેવાય કે અનેકાંતમાં જ મોક્ષ
છે.
આ ગ્રંથમાં પદાર્થો, ખૂબ જ રોચક અને સરળ શૈલીમાં પીરસાયા છે, તે છતાં આ ગ્રંથ પણ પ્રાથમિક અભ્યાસુઓને અઘરો પડી શકે, એટલે તેઓની સરળ સમજૂતી માટે ભાવાર્થ અને વિવેચનમય ગુજરાતી વિવરણ તૈયાર થયું છે, જેનું નામ ‘અનેકાંતરશ્મિ’ છે... અધ્યયન-અધ્યાપન દ્વારા સહુ આ પ્રયત્ન સફળ કરે એવી શુભાભિલાષા...
• દીક્ષાદાનેશ્વરી, શાસ્ત્રસાપેક્ષસંવ્યવહારકુશળ પ.પૂ.આ.ભ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા અને પ્રવચનપ્રભાવક પ.પૂ.આ.ભ.શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા પરમકૃપા ને પાવનપ્રેરણા...
આ બંને ગુરુભગવંતોની 0
Jain Education International
For Personal & Private Use Only
-
FOR
www.jainelibrary.org