________________
(૧૫)
હું પણ અનેકાંતનો જાણકાર વ્યક્તિ, અનેક અપેક્ષાઓથી એ વસ્તુના તથ્ય સુધી પહોંચી, તેના શે વિશેષો પરના રાગ-દ્વેષની રહિત રહી શકે છે. એટલે જ તો ક્ષાયિકસમ્યગ્દષ્ટિ શ્રીકૃષ્ણ મહારાજા (S કોહવાયેલા કૂતરામાં પણ ઉજ્જવલ દાંતની પંક્તિઓ જોઈને ગુણાનુરાગનો આહ્વાદ અનુભવતા હતા ને પરમાત્મા જેવા અનુકૂળતાની શ્રેણિઓ વચ્ચે રહીને પણ વીતરાગતા અનુભવતા હતા. આ બધો પ્રભાવ એ અનેકાંતનો જ છે ને ?
જ સિંહગુફાવાસી વગેરેને પોતાના ગીતાર્થ પણ ગુરુ દોષવાળા લાગતા હતા. તેનું કારણ? ! એ જ કે, તેમનો દષ્ટિકોણ માત્ર એક તરફનો હતો કે “ગુરુએ જેવી સ્થૂલભદ્રજીની પ્રશંસા કરી, તેવી ! કે અમારી નહીં કરી...” આને કહેવાય – વ્યક્તિ પ્રત્યેના અભિપ્રાયમાં ભળેલો એકાંત ! અને એના 1 કારણે જ તેઓ ઈર્ષ્યાથી સળવળતા હતા.
પણ ઠોકર ખાધા પછી અનેકાંત પકડાયો અને ગુરુ વિશેના અભિપ્રાયમાં અનેક દૃષ્ટિકોણો | { ઉમેરાયા. પછી જણાયું કે, ગુરુનું કુશળ-કુશળતર કાર્યને ઉદેશીને પ્રશંસાનો તરતમભાવ યોગ્ય જ ન હતો. આ અનેકાંત અપનાવ્યા પછી ફરી તેઓ પરમ સમર્પિત થઈ ગયા ને આત્મકલ્યાણ સાધી ગયા. ને એ પ્રસિદ્ધ છે.
* અત્યંત ગ્લાન-અવસ્થામાં પુષ્કળ આર્તધ્યાન થવા છતાં પણ હું કોઈ જ જાતનો ઉપચાર | | નહીં કરાવું એવી વિચારણા એ ઉત્સર્ગનો એકાંત કહેવાય. અને તેના કારણે જીવ આર્તધ્યાનમાં મરીને !
દુર્ગતિ ભેગો થાય છે. © પણ અનેકાંતને જાણનાર વ્યક્તિ, કઈ અપેક્ષાએ એ નિષ્પતિકર્મના ઉત્સર્ગનું વિધાન છે? તેને 9 | સૂક્ષ્મતાથી સમજવા પ્રયત્ન કરે છે. અને તેનાથી વિપરીત દેશ-કાળાદિની પરિસ્થિતિ સર્જાતા, કે આર્તધ્યાનને રોકવા અપવાદનું સેવન કરીને પણ, ફરી ઉત્સર્ગનો આરાધક થાય છે.
આ જ રીતે અપવાદના એકાંત-અનેકાંતના પણ સારા-નરસા વિપાકો સમજવા... તો અહીં છે દેશ-કાળ-પરિસ્થિતિ આદિને લઈને ઉત્સર્ગ-અપવાદની વિચારણા એ પણ અનેકાંતને જ સૂચવે છે છે ને?
આ રીતે અનેક પ્રકારે એકાંત-અનેકાંતની વિચારણા થઈ શકે છે. ટૂંકમાં, એકાંતના કારણે ! ' જ રાગ-દ્વેષ વગેરે સર્જાય છે. પણ એ એકાંતના વિનાશનું કોઈ મહત્ત્વનું કારણ હોય, તો એ છે સ્યાદ્વાદ ! અનેકાંતવાદ !
એકાંતના રોગને દૂર કરવા, અનેકાંત એ અમોઘ ઔષધનું સ્વરૂપ ધારણ કરે છે અને તેનાથી 1 જીવ નિરામય અને સ્વસ્થ બની પરંપરાએ પ્રસન્નતાની પ્રાપ્તિ દ્વારા પરમપદનો ભોક્તા બને છે.
ન્યાયખંડખાદ્ય* ગ્રંથમાં તો સ્પષ્ટ જણાવ્યું છે કે – “સ્યાદ્વાદ-અનેકાંત જેવા સર્વશ્રેષ્ઠ ઔષધને
* “મૃતઘ્નતાનામતવિપક્ષનૈરાગ્યવિપર્યસ્તવૈવ ચાર્જિન દ્વારા | ___ इतो ये नैरुज्यं सपदि न गताः कर्कशरुजस्तदुद्धारं कर्तुं प्रभवति न धन्वन्तरिरपि ॥". (न
- न्यायखण्डखाद्यम् श्लो० १०५ ।)
------ O 3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org