________________
१९६
अनेकान्तवादप्रवेशः
–૭૮ એટલે હકીકતમાં અનેકાંતવાદીઓના મતે જ, સદસદ્-નિત્યાનિત્ય વગેરે વિરોધી ધર્મથી અધ્યાસિત સ્વરૂપવાળી વસ્તુમાં જ નિરુપચરિતરૂપે ગ્રાહ્ય-ગ્રાહકાદિ તમામ વ્યવહારો સિદ્ધ થાય છે.
વળી અનેકાંતવાદીમતે આત્મા કથંચિત્ અવસ્થિત હોવાથી, (૧) પીડા, (૨) નિર્વેદ, (૩) માર્ગજ્ઞાન, (૪) ભાવના વગેરે ક્રમથી થનારા જુદા જુદા વ્યવહારો આત્મારૂપ એક જ અધિકરણમાં નિબંધ ઘટી જાય અને તો એક જ આત્માની ઉત્તરોત્તર વિશુદ્ધ અવસ્થાઓ થવાથી તેની મુક્તિ પણ ઉપપન્ન થઈ જાય.
અને આ પ્રમાણે મોક્ષની સિદ્ધિ; એકાંત ક્ષણિકવાદમાં થઈ શકે નહીં.
નિષ્કર્ષ : એટલે એકાંતવાદીમતે જ, ક્ષણિકાદિરૂપ વસ્તુ માનવામાં, મુક્તિના અભાવનો પ્રસંગ આવે છે, એવું ફલિત થયું.
स्यादेतद्-विरोधिधर्माध्यासितस्वरूपत्वे सति वस्तुन एवाभावात् तनिबन्धनव्यवहाराभावः, न हि शीतोष्णस्पर्शवदेकमस्ति, तयोर्विरोधाद्, इति । । अत्रोच्यते-अथ कोऽयं विरोधः ? अन्यतरभावेऽन्यतराभावः, इति चेत् ? अस्त्वेतत्, किन्तु-शीतोष्णस्पर्शयोर्यो विरोधः, स किं स्वरूपसद्भावकृत एव ? उतैककालासम्भवात् ? आहोश्विदेकद्रव्यायोगेन ? किमेककालैकद्रव्याभावतः ? उतैककालैकद्रव्यैकप्रदेशासम्भवेन ? आहोश्विदभिन्ननिमित्तत्वेनेति ? વિખ્યાતઃ ?
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ વિરોધી ધર્મથી અધ્યાસિત સ્વરૂપ માનવામાં વસ્તુનો જ અભાવ થાય અને તો તમૂલક વ્યવહારનો પણ અભાવ થાય..અને શીત-ઉષ્ણ બે વિરોધી ધર્મવાળી કોઈ એક વસ્તુ નથી હોતી; કેમ કે તે બેનો વિરોધ છે.
ઉત્તરપક્ષ ઃ તે બેનો વિરોધ કયો? પૂર્વપક્ષ એકના અસ્તિત્વમાં બીજાનો અભાવ એ જ વિરોધ.
ઉત્તરપક્ષ : આ ભલે થાઓ, પણ શીત-ઉષ્ણ સ્પર્શનો જે વિરોધ છે તે શેનાથી? (૧) શું સ્વરૂપસદ્ભાવકૃત છે? (૨) એક કાળે ન હોઈ શકે એટલે? (૩) એક દ્રવ્ય તેવું ન હોઈ શકે એટલે? (૪) એકકાળે એક દ્રવ્ય તેવું ન હોઈ શકે એટલે? (૫) એકકાળે એકદ્રવ્યનો એકપ્રદેશ તેવો ન હોઈ શકે એટલે? કે (૬) અભિન્નનિમિત્તને લીધે? આ બધા વિકલ્પોથી શું? (તે આગળ કહેશે.)
# પૂર્વપક્ષીકૃત પ્રલાપનો વિકાશ નિરાસ છે વિવેચનઃ પૂર્વપક્ષ: હે જૈનો ! તમે વસ્તુનું સ્વરૂપ; આવા (નિત્યાનિત્યસ્વાદિ) વિરોધી ધર્મોથી અધ્યાસિત માનો, તો વસ્તુનો જ અભાવ થાય... અને વસ્તુ વિના તો, તે વસ્તુમૂલક થનારા વ્યવહારનો પણ અભાવ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org