________________
गुर्जरविवेचनसमन्वितः
-
અને તેનું (=વિરોધી ધર્મથી અધ્યાસિત એક વસ્તુ ન હોવાનું ) કારણ એ કે, શીત-ઉષ્ણ બે વિરોધી સ્પર્શવાળી કોઈ એક વસ્તુ હોતી જ નથી. કેમ કે તે બે સ્પર્શનો એક વસ્તુમાં હોવામાં વિરોધ છે. (એક જ વસ્તુ ઠંડી-ગરમ ન હોઈ શકે.)
ઉત્તરપક્ષ : અરે ! પહેલા એ કહો કે ‘વિરોધ' એટલે શું ?
પૂર્વપક્ષ ઃ એકના હોવામાં બીજાનું ન હોવું; એ જ વિરોધ. (અર્થાત્ શીતના હોવામાં ઉષ્ણનું
:
કે ઉષ્ણના હોવામાં શીતનું - એમ પરસ્પર એકબીજાના હોવામાં એકબીજાનું ન હોવું; એ જ વિરોધ...)
ઉત્તરપક્ષ : આ વાત તો બરાબર છે, પણ અમારે એ પૂછવું છે કે, શીત-ઉષ્ણ સ્પર્શ વચ્ચે જે વિરોધ છે, તે શેના કારણે ?
१९७
(૧) શું તે બેના સ્વરૂપનો સદ્ભાવ હોવા માત્રથી વિરોધ છે ?
(૨) એક કાળે તે બે ન હોઈ શકે, એટલે વિરોધ છે ?
(૩) એક દ્રવ્યમાં તે બેનો યોગ ન થઈ શકે, એટલે વિરોધ છે ?
(૪) એકકાળે એકદ્રવ્યમાં તે બે ન હોઈ શકે, એટલે ?
(૫) એકકાળે એકદ્રવ્યમાં એકપ્રદેશને લઈને તે બે ન હોઈ શકે, એટલે ?
(૬) કે પછી અભિન્ન-એક નિમિત્તને લઈને તે બે ન હોઈ, એટલે વિરોધ છે ?
આ છમાંથી તમે કયા વિકલ્પને લઈને શીત-ઉષ્ણ સ્પર્શનો વિરોધ કહો છો ?
*
પ્રશ્ન ઃ પણ આ બધા વિકલ્પોથી થાય શું ?
ઉત્તર ઃ થાય એ જ કે, તમારું જે (સદસદ્ બે વિરોધી ધર્મો એક વસ્તુમાં ન હોય-એવું સાબિત કરવાનું) ઇષ્ટ છે, તે સિદ્ધ થતું નથી. ચાલો, હવે આપણે તે વિકલ્પોની સમીક્ષા ૫૨ જઈએ.
*
न तावत्स्वरूपसद्भावकृत एव शीतोष्णस्पर्शयोर्विरोधः, नहि शीतस्पर्शोऽनपेक्षितान्यनिमित्तः स्वात्मसद्भाव एवोष्णस्पर्शेन सह विरुध्यते, उष्णस्पर्शो वेतरेण; अन्यथा, त्रैलोक्येऽपि शीतोष्णस्पर्शयोरभाव एव स्यात् । एकस्य वा कस्यचिदवस्थानमन्यतरस्य, न चानयोर्जगति कदाचिदप्यसत्ता, सदैव वडवानलतुहिनसद्भावात् । सद्भावश्चाविद्वदङ्गनाद्यविप्रतिपत्तेः, इति ।
- પ્રવેશરશ્મિ *
ભાવાર્થ : શીત-ઉષ્ણ સ્પર્શનો સ્વરૂપસાવકૃત જ વિરોધ નથી; કેમ કે શીતસ્પર્શ બીજા નિમિત્તની અપેક્ષા રાખ્યા વિના માત્ર સ્વરૂપસદ્ભાવને લઈને ઉષ્ણસ્પર્શ સાથે વિરોધી નથી અને એ જ રીતે ઉષ્ણસ્પર્શ પણ શીતસ્પર્શની સાથે વિરોધી નથી, નહીંતર તો ત્રણે લોકમાં શીતોષ્ણ સ્પર્શનો અભાવ જ થાય અથવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org