________________
गुर्जरविवेचनसमन्वितः
१९५
સ્યાદ્વાદીઃ તો તો રત્નત્રય જ નહીં ઘટે, કારણ કે આ રીતે તો તેઓ વિષ્ઠાદિ અશુચિ-દુઃખરૂપ પદાર્થને સરખા જ થઈ ગયા! તો તેવા વિષ્ઠાદિતુલ્યને પરમસુખનું ભાજન-દોષરહિત શી રીતે કહેવાય? (યોfપ) કદાચ તેવાને રત્નત્રયરૂપ માની લો, તો પણ અતિપ્રસંગ એ આવશે કે, અશુચિઆદિરૂપ વિષ્ઠા વગેરેને પણ “રત્નત્રય” માનવાનો પ્રસંગ આવશે !
આમ ઘોર આશાતના થવાથી બધા પદાર્થોને અશુચિરૂપ કે દુઃખરૂપ કહેવું બિલકુલ ઉચિત નથી. એટલે તમારે કથંચિદ્વાદ-સ્યાદ્વાદ જ શરણભૂત છે.
___ एवं च, 'तथाह्येतदात्माङ्गनाभवनमणिकनक' इत्यादि द्वेष इति कृत्वेत्यन्तं यदुक्तम्, तत्परपक्षे उक्तिमात्रमेव, उक्तवनिर्विषयत्वाद्, अतो विरोधिधर्माध्यासितस्वरूप एव वस्तुन्यनेकान्तवादिन एव सकलव्यवहारसिद्धिः । पीडानिर्वेदादीनां च कथञ्चिदेकाधिकरणत्वान्मुक्तिसिद्धिश्च नान्यस्य । तस्माद् व्यवस्थितमेतद्-एकान्तवादिन एव मुक्त्यभावप्रसङ्गः, इति ।
–- પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? અને એટલે તમે – “જુઓ; આ આત્મા, અંગના, ભવન, મણિ, કનક’. ત્યાંથી લઈને થાવત્ ષ સુધીનું જે પૂર્વપક્ષમાં કહ્યું હતું, તે તમારા મતે માત્ર બોલવા પૂરતું જ છે. એટલે વિરોધી ધર્મથી અધ્યાસિત સ્વરૂપવાળી વસ્તુમાં જ અનેકાંતવાદીમતે જ સકળ વ્યવહારની સિદ્ધિ થાય છે અને પીડાનિર્વેદાદિનું પણ કથંચિત્ એક અધિકરણ હોવાથી મુક્તિની સિદ્ધિ થઈ જાય, એકાંતવાદીમતે આવું ન થાય..એટલે સ્થિત થયું કે, એકાંતવાદીમતે મુક્તિના અભાવનો પ્રસંગ આવે છે !
વિવેચનઃ વળી, હે બૌદ્ધો ! તમે જે કહ્યું હતું કે – “આ આત્મા, અંગના, ભવન, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે પદાર્થો અનાત્મક, અનિત્ય, અશુચિરૂપ છે – એવું જાણીને ખરા ભાવથી તેવી ભાવના ભાવતો “વસ્તુમાં આસક્તિ કરવા જેવું કંઈ નથી' એવી ભાવનાના પ્રકર્ષથી વૈરાગ્ય ઊભો થાય અને તેનાથી મોક્ષ થાય...તે આ રીતે – “અને મારું એવું દર્શન જ “મોહ છે અને તેનાથી થનારો હું અને મારા વિશેનો સ્નેહ તે “રાગ' છે અને એ રાગપૂર્વક તેના અનુરાગના) વિષયભૂત આત્મ-આત્મીય પ્રતિબંધક ઉપર અણગમારૂપ “વૈષ” થાય છે. (પણ અનાત્મકતાદિનો બોધ થયે આ રાગ-દ્વેષ-મોહની હાનિ થાય જ અને તો મોક્ષ પણ થાય જ..)” – એ બધું પરમતે (=મોક્ષની સંગતિ માટે બૌદ્ધમતે ) કહેલું વચન માત્ર બોલવા પૂરતું છે, કારણ કે આ જ અધિકારમાં પૂર્વે કહ્યા મુજબ એ વચન નિર્વિષયક જણાઈ આવે છે.
(પૂર્વે સચોટ તર્કોથી સાબિત કર્યું હતું કે, નિરન્વય નશ્વરવાદીમતે મોક્ષ બિલકુલ સંગત નથી... અહીં એ બધી યુક્તિઓ સમજવી કે “ક્ષણિક આત્મામાં ક્રમે થનારી ઉત્તરોત્તર વિશુદ્ધ ભાવનાઓ અસંગત છે...)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org