________________
१९४
अनेकान्तवादप्रवेशः
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? વળી, અનાત્મક - શૂન્ય - અસત્ એ બધા એક અર્થક છે અને અનિત્ય-અસ્થિર-સતુ એ બધા પણ એક અર્થક છે....તો જો અનાત્મક હોય, તો અનિત્ય કેવી રીતે? અને અનિત્ય હોય, તો અનાત્મક કેવી રીતે? અને પરમનિવૃત્તિનું કારણ, નિર્દોષ એવા બુદ્ધ, ધર્મ અને સંઘરૂપ મહાનું રત્નત્રય વિશે આવું બોલવું શી રીતે ઉચિત કહેવાય કે બધું જ અશુચિ, બધું જ દુઃખરૂપ છે...ઇત્યાદિ? તેવું કહેવામાં તો તેમની આશાતના થાય; કેમ કે તમે અસત્ કથન કરો છો. અન્યથા તે રત્નત્રય જ ન રહે; કેમ કે તેઓ અન્યઅશુચિ આદિની સમાન થઈ ગયા. તે છતાં તેને રત્નત્રય માનો, તે અતિપ્રસંગ આવે.
- ૩ એકાંત-અનાત્મકાદિ માનવામાં વિરોધ છે વિવેચનઃ બીજી વાત, (૧) અનાત્મક, શૂન્ય, અસતુ - એ બધા પર્યાયવાચી શબ્દો છે, અર્થાત એક જ અર્થને કહેનારા છે, અને (૨) અનિત્ય, અસ્થિર, સત્ – એ બધા પણ પર્યાયવાચી શબ્દો છે.
હવે બૌદ્ધો વસ્તુને અનાત્મક-અનિત્યરૂપ માને છે, તો અહીં પ્રશ્ન એ થાય કે, વસ્તુ જો અનાત્મક=અસતું હોય, તો તે અનિત્ય સત્ શી રીતે ? અને જો અનિત્યકસતું હોય, તો તે અનાત્મક=અસત્ શી રીતે ?
આમ પરમાર્થથી એકાંતમતે વાસ્તવિક વિરોધ જણાઈ આવે છે (કથંચિત્ અન્વયશીલ નિત્યાનિયાદિરૂપ વસ્તુમાં કોઈ વિરોધ નથી.)
એકાંત અશુચિ-દુઃખરૂપ માનવામાં ઘોર આશાતના છે જીવોને પરમમોક્ષનું મૂળકારણ, દોષોને અટકાવવા અને ઘટાડવા દ્વારા રાગાદિ દોષરૂપી કલંકથી રહિત એવા (૧) બુદ્ધ, (૨) બૌદ્ધધર્મ, અને (૩) સંઘરૂપ મહાન રત્નત્રય વિશે, વચનમાર્ગમાં કુશળ અને વચનના દોષમાં ભીરુ એવો વક્તા નિઃશંકપણે “તમામ પદાર્થો (રત્નત્રય પણ) અશુચિ અને દુઃખરૂપ છે' એવું બોલે, તો તે શી રીતે ઉચિત કહેવાય ?
(ભાવ એ કે, વચનમાર્ગમાં કુશળ વ્યક્તિ, પરમસુખનું કારણ અને રાગાદિરહિત રત્નત્રયને પણ અશુચિરૂપ-દુઃખરૂપ કહે, તો તે શું ઉચિત કહેવાય ?)
પ્રશ્ન : પણ તેવું કહેવામાં અનુચિત શું?
ઉત્તર : અરે ! શું રત્નત્રય પણ અશુચિ-દુઃખરૂપ છે? નહીં જ... તે છતાં તે કુશળ વ્યક્તિ, રત્નત્રયમાં અસત્ (કન રહેલ) પણ અશુચિ વગેરેનું કથન કરે છે, અને એ રીતે અસત-અશુચિ આદિને કહેવાથી તો રત્નત્રયની ઘોર આશાતના કરે છે! એટલે બુદ્ધાદિ રત્નત્રયને અશુચિ-દુઃખરૂપ કહેવું અનુચિત જ છે.
બૌદ્ધઃ *તમામ પદાર્થો અશુચિ-દુઃખરૂપ છે, તો રત્નત્રયને પણ અશુચિ-દુઃખરૂપ માની લઈએ તો ?
* આશાતનાની વાત બાજુ પર મૂકીને, પોતાની માન્યતા પકડીને, બૌદ્ધ પોતાનું વિચાર-વિહોણું વક્તવ્ય રજુ કરે છે.
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org