________________
गुर्जरविवेचनसमन्वित: –
१८७
- પ્રવેશરશ્મિ --
ભાવાર્થ : હવે કારણ; પોતાના કાર્યમાં રહેલ અન્ય કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવી વિશેષશક્તિનું આધાન કરીને નાશ પામે - એવું કહો, તો પૂર્વોક્ત દોષ રહે જ, કારણ કે તે શક્તિ કાર્ય વિના નથી મનાઈ અને તેથી તેના (=કાર્યના) આત્મલાભ વખતે જ તેનાથી થનારા ઉત્તરકાળભાવી બીજા કાર્યો પણ થવા લાગશે ! કેમ કે બીજા કાર્યો તેના ભાવમાત્રને અપેક્ષે છે અને તે પણ ભાવમાત્રથી જ જનક છે... અથવા તો અનંતર થવામાં, તે કુશળ ક્ષણ નિવૃત્ત થવાની આપત્તિ આવતા અતિપ્રસંગ આવે...
દ્વિતીય વિકલ્પની સમીક્ષા
વિવેચન : (૨) જો ઉત્તર કાર્યમાં રહેલ અન્ય કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા શક્તિવિશેષને સામર્થ્ય કહો અને કા૨ણ તેનું આધાન કરીને નાશ પામે એવું કહો, તો પૂર્વોક્ત દોષ અકબંધ જ રહે, કારણ કે તે શક્તિવિશેષ, કાર્યના અસ્તિત્વ વિના અલ્યુપગત નથી (કાર્ય હોય, તો જ તેમાં તે શક્તિવિશેષનું આધાન થાય ને ?)
(તાત્પર્ય એ કે, શક્તિવિશેષને સામર્થ્ય માનવામાં કારણની ક્ષણિકતાનો વિરોધ થાય છે, કારણ કે તેવા શક્તિવિશેષનું આધાન કરવા, કારણને વિદ્યમાન માનવું પડે, અનુત્પન્ન કે નિરુદ્ધ નહીં, હવે તે શક્તિવિશેષ તો કાર્યક્ષણે-દ્વિતીયક્ષણે છે, કારણ કે કાર્ય વિના તેમાં શક્તિ ન હોય. એટલે કારણનું તે ક્ષણે અસ્તિત્વ માનવું પડે અને તેથી તો તેની ક્ષણિકતાની હાનિ થાય જ...)
બીજી વાત, કારણની અનંતર જ્યારે શક્તિવિશેષથી સમન્વિત કાર્યનો જન્મ થાય, ત્યારે જ તે કાર્યથી થનારા ઉત્તરકાળભાવી બીજા કાર્યો પણ થવા લાગશે !
તેના બે કારણ ઃ (૧) એક તો વિવક્ષિત કાર્યના માત્ર અસ્તિત્વની જ, ઉત્તરકાળભાવી કાર્યો અપેક્ષા રાખે છે. એટલે હમણાં એ કાર્યનું અસ્તિત્વ હોવાથી, તેને અપેક્ષીને થનારા બીજા કાર્યો પણ હમણાં થઈ જ જાય... (૨) બીજું એ કે, વિવક્ષિત કાર્ય પણ માત્ર પોતાની સત્તાને લઈને જ, ઉત્તરકાળભાવી કાર્યોને ઉત્પન્ન કરે છે, તેને કોઈ બીજા કારણોની અપેક્ષા નથી... એટલે તેનું પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ હમણાં હયાત હોવાથી, તે હમણાં જ પોતાના ઉત્તરકાળભાવી કાર્યોને ઉત્પન્ન કરી દે...
આ રીતે તો વિવક્ષિત કાર્ય વખતે જ, ઉત્તરકાળભાવી તમામ કાર્યો ઉત્પન્ન થઈ જવાનો પ્રસંગ
આવે !
બૌદ્ધ : (અનંતરમાવે વા=) વિવક્ષિત કાર્યની અનંતરક્ષણે; જે વખતે વિવક્ષિત કાર્ય નષ્ટ થઈ જાય, તે ક્ષણે જ ઉત્તરકાળભાવી કાર્ય ઉત્પન્ન થાય છે, એવું અમે માનીએ છીએ. તેથી પૂર્વોક્ત પ્રસંગ નહીં આવે. (અર્થાત્ વિવક્ષિત કાર્ય વખતે જ, ઉત્તરકાળભાવી કાર્યો થઈ જવાનો પ્રસંગ નહીં આવે.)
સ્યાદ્વાદી ઃ અરે ! વિવક્ષિત કાર્યની પછીની ક્ષણે તો એ કુશળ ક્ષણ નિવૃત્ત થઈ જવાની આપત્તિ આવે અને તો નિવૃત્ત થયા પછી અનંતર થનાર બધા પદાર્થો સરખા હોવાથી તે બધાને તજ્જન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org