________________
१८६
*
(૩) વાસના ?
આ ત્રણમાંથી તમે કયો વિકલ્પ સ્વીકારશો ?
यदि-‘उत्तरः कार्यभाव एव तमाधाय निरुध्यते' इत्यभ्युपगम्यते हन्त ! तर्हि क्षणिकत्वविरोधः, नह्यनुत्पन्नो निरुद्धो वाऽसौ तदाधानकर्तृत्वे प्रभुः, उदयकालाधानाभ्युपगमे च द्वयोरपि तुल्यकालप्रसङ्गः ।
--- પ્રવેશરશ્મિ --
ભાવાર્થ : જો ઉત્તર કાર્યભાવ જ સામર્થ્ય અને તેનું આધાન કરીને કારણ નિરોધ પામે - એવું મનાય, તો ક્ષણિકતાનો વિરોધ થાય; કેમ કે અનુત્પન્ન કે નિરુદ્ધ કારણ તેને આધાન કરવા સમર્થ નથી અને ઉદયકાળે આધાન માનો, તો બંનેનો કાળ તુલ્ય થવાનો પ્રસંગ આવે !
* પ્રથમ વિકલ્પની સમીક્ષા
વિવેચન : (૧) જો અનંતર ક્ષણે કાર્યનું થવું; એ જ સામર્થ્ય હોય અને તેનું આધાન કરીને કારણ નાશ પામે એવું કહો, તો તે કારણની ક્ષણિકતાનો વિરોધ થાય. કારણ કે, તેવું (=કાર્યભાવરૂપ) સામર્થ્ય અનંતરક્ષણે હોય છે અને તેનું આધાન કરવા વિદ્યમાન પદાર્થ જ સમર્થ હોય છે.
*
-
अनेकान्तवादप्रवेशः
એટલે સામર્થ્યનું આધાન કરવા, કારણને પણ બીજી ક્ષણે વિદ્યમાન માનવું પડે... બાકી જો તે અનુત્પન્ન કે નષ્ટ થઈ ગયું હોય, તો તેનાથી સામર્થ્યનું આધાન ન થઈ શકે...
અને બીજી ક્ષણે વિદ્યમાન હોવામાં તો તે કારણની ક્ષણિકતાનો વિરોધ થવાનો જ
*
હવે જો ક્ષણિકતાની સંગતિ કરવા, કારણના ઉદય વખતે જ (અર્થાત્ કારણક્ષણે જ) સામર્થ્યનું આધાન માની લો, અર્થાત્ ઉત્તર કાર્યનો ભાવ માની લો, તો તો હેતુ-ફળ બંને એકકાળે થઈ જવાનો પ્રસંગ આવે ! (અને તો એકકાલીન તે બેનો, ગોવિષાણદ્રયની જેમ હેતુ-ફળભાવ જ ન રહે...) એટલે ઉત્ત૨ કાર્યનો ભાવ એ જ સામર્થ્ય - એવું તો ન કહી શકાય.
A પૂર્વમુદ્રિત ‘તત્રિર્વર્ત્ય' કૃતિ પા:, અત્ર E-પ્રતપાઽ: ।
Jain Education International
अथ तद्गतः कार्यान्तरनिवर्त्तनसमर्थः शक्तिविशेषस्तमाधाय निरुद्ध्यते, इति पूर्वोक्तदोषः, तस्य कार्यव्यतिरेकेणानभ्युपगमात्, तदात्मलाभकाल एव चोत्तरकालभाविनोऽपि तन्निर्वर्त्यस्य कार्यान्तरस्य भवनप्रसङ्गः, तद्भावमात्रापेक्षित्वाद्, इतरस्यापि भावमात्रेणैव जनकत्वात्, अनन्तरभवने वा तन्निवृत्त्यापत्तेरतिप्रसङ्गात्।
For Personal & Private Use Only
www.jainelibrary.org