________________
गुर्जरविवेचनसमन्वित: –
લોકોને ઉપહાસપાત્ર અને મુગ્ધજનોને વિભ્રમકારક અભાવિત (વિચાર્યા વિનાનું) એવું જે કહ્યું કે –“ક્ષણભેદ હોવામાં પણ ઉપાદાન-ઉપાદેયભાવે આહિતસામર્થ્યવાળા કર્મનું એક સંતાનમાં ફળદાન થાય છે...'' - એ બધું, તથા - “જે કુશળમાં પ્રવર્તે છે, તે જો કે ત્યારે જ સર્વથા નાશ પામે છે, તો પણ નાશ પામતો તે, પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવાં સામર્થ્યનું વિજ્ઞાનસંતતિમાં આધાન કરીને નાશ પામે છે’” – તે બધા કથન વિશે હવે વિશેષથી કહેવાય છે. જુઓ - તે બધું અયુક્ત છે; કેમ કે સામર્થ્યનું આધાન જ સિદ્ધ નથી. તે આ પ્રમાણે - સામર્થ્ય તે શું છે ? શું (૧) ઉત્તર કાર્યભાવ, (૨) અન્ય કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવી ઉત્તરકાર્યમાં રહેલી શક્તિવિશેષ, કે (૩) વાસના ?
બૌદ્ધના પૂર્વોક્ત અન્ય મંતવ્યોનો નિરાસ
વિવેચનઃ અને ઉપરોક્ત રીતે જો હેતુ-ફળભાવ ન હોય, તો પૂર્વે તમે જે કહ્યું હતું કે –“વિશિષ્ટ એવી રૂપાદિસામગ્રીને આશ્રયીને વિશિષ્ટ સંવેદન જ ઉત્પન્ન થાય છે (અને તેથી તે વિશિષ્ટ સંવેદન જ રૂપાદિનો ગ્રાહક બને, બીજું સંવેદન નહીં...)'' - તે બધું કથન નિરાકૃત જ જાણવું.
१८५
(વિશિષ્ટ સામગ્રીને આશ્રયીને વિશિષ્ટ સંવેદન થવું; એ પણ એક હેતુ-ફળભાવ જ છે અને બૌદ્ધમતે હેતુ-ફળભાવ નથી - એવું અમે હમણાં જ સિદ્ધ કર્યું.)
તો પણ (=તમારી વાતોનું નિરાકરણ થઈ જ ગયું છે તો પણ) અનુભવસિદ્ધ વાતનો અત્યંત અપલાપ કરીને વિદ્વાનજનોને ઉપહાસયોગ્ય અને મુગ્ધજનોને આશ્ચર્ય ઉપજાવે એવી તમે જે બે વાત કહી હતી કે :
‘(૧) દરેક ક્ષણો જુદી જુદી હોવા છતાં પણ, તે પૂર્વાપર ક્ષણોમાં ઉપાદાન-ઉપાદેયભાવ રહ્યો છે. (અર્થાત્ પૂર્વની ક્ષણ કારણ અને ઉત્તરની ક્ષણ કાર્ય - એમ પૂર્વાપર ક્ષણોમાં કાર્ય-કારણભાવ રહ્યો છે... અને તેથી એક જ ક્ષણપરંપરામાં જેણે પોતાના સામર્થ્યનું આધાન કર્યું છે, તેને તે કર્મનું ફળ મળે છે જ... ઇત્યાદિ.''
તથા,
‘(૨) જે વ્યક્તિ કુશળ કાર્યમાં પ્રવૃત્ત થાય, તે વ્યક્તિ તો પ્રવૃત્તિકાળમાં જ સર્વથા નષ્ટ થઈ જાય છે. પણ જ્યારે તે નાશ પામે, ત્યારે તે પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા સામર્થ્યને, વિજ્ઞાનપરંપરામાં આહિત કરીને જ નાશ પામે છે... ઇત્યાદિ.’
તે બે વાતની સમીક્ષા અમે વિશેષથી કરીએ છીએ. તમારું તે બધું કથન અયુક્ત છે, કારણ કે સામર્થ્યનું આધાન જ સિદ્ધ થતું નથી, જુઓ
‘સામર્થ્ય’ એટલે શું ? કે જેનું આધાન પૂર્વની ક્ષણો કરે છે...
(૧) પોતાની અનંત૨ ક્ષણે કાર્યનું થવું તે ?
(૨) અન્ય કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવી ઉત્ત૨ કાર્યમાં રહેલ શક્તિવિશેષ ?
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org