________________
१८४
अनेकान्तवादप्रवेशः
-૦૬
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : વિશિષ્ટ ક્રિયાનું હતુપણું પણ ન કહેવાય, કારણ કે તે તો બધા વિશે સમાન હોવાથી અતિવ્યાપ્તિ આવે; કેમ કે બધા જ પદાર્થો વિશિષ્ટ ક્રિયાના કારણ છે. એટલે આ પ્રસંગથી સર્યું. આ પ્રમાણે વૈશિષ્ટય ન હોવાથી, હેતુ-ફળભાવ ઉપપન થાય નહીં - એવું સ્થિત થયું.
# અષ્ટમ વિકલ્પની અસંગતિ કે વિવેચન : વિશિષ્ટ ક્રિયાના કારણ તરીકે હોવું; તે જ હેતુ-ફળની વિશિષ્ટતા છે – એવું કહો, તો તે પણ યોગ્ય નથી, કારણ કે વિશ્વવર્તી તમામ પદાર્થો પોત-પોતાની વિશિષ્ટ ક્રિયાના કારણ હોય છે... એટલે વિશિષ્ટ ક્રિયાના કારણ તરીકે તો તમામ પદાર્થો સમાન છે અને તેથી તો માત્ર માટી-ઘટનો નહીં; પણ વિશ્વવર્તી તમામ પદાર્થોનો એકબીજા સાથે કાર્ય-કારણભાવ માનવાનો અતિપ્રસંગ આવશે !
એટલે વિશિષ્ટ ક્રિયાના હેતુરૂપે પણ, હેતુ-ફળની વિશિષ્ટતા સંગત થઈ શકે નહીં, હવે આ પ્રસંગથી સર્યું.
આમ આઠમાંથી એકે વિકલ્પ પ્રમાણે હેતુ-ફળની વિશિષ્ટતા સંગત થતી નથી – એ પરથી જણાઈ આવે છે કે, ક્ષણિકમતે હેતુ-ફળભાવ બિલકુલ ઉપપન્ન થયો નથી.
નિષ્કર્ષ : બૌદ્ધમતે હેતુ-ફળભાવ સંગત નથી.
असति चास्मिन् 'विशिष्टां रूपादिसामग्री प्रतीत्य विशिष्टमेव संवेदनमुपजायते' इत्यादि यदुक्तम्, तत्सर्वमपाकृतमेवावगन्तव्यम्; तथाप्यत्यन्तमवगणय्याऽनुभवमभावितमेव विद्वज्जनोपहास्यं मुग्धजनविभ्रमकरं यदुक्तम्-'क्षणभेदेऽप्युपादानोपादेयभावेनैकस्यामेव सन्ततावाहितसामर्थ्यस्य कर्मणः फलदानाद्' इत्यादि; तथा 'यः कुशले प्रवर्त्तते, स यद्यपि तदैव सर्वथा विनश्यति, तथापि निरुध्यमानः स्वानुरूपकार्योत्पादनसमर्थं सामर्थ्य विज्ञानसन्ततावाधाय निरुध्यते' इत्यादि च ।
अत्र विशेषत उच्यते-सर्वमिदमयुक्तम्, सामर्थ्याधानस्यासिद्धत्वात् तथाहि-किमिदं सामर्थ्यं नाम ? किमुत्तरः कार्यभाव एव ? उत तद्गतकार्यान्तरनिवर्त्तनसमर्थः शक्तिविशेषः ? आहोश्विद्वासना ? इति ।। A પૂર્વમુદ્રિતે ‘અનુભવમવિમેવ' રૂતિ પd:, સત્ર B.C.E-પ્રતાd:
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને તે ન હોય તો વિશિષ્ટ રૂપાદિસામગ્રીને આશ્રયીને વિશિષ્ટ જ સંવેદન ઉત્પન્ન થાય” – એવું જે કહ્યું, તે બધું પણ નિરાકૃત જ જાણવું. તો પણ, અનુભવસિદ્ધને જ અત્યંત અવગણીને વિદ્વાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org