________________
गुर्जरविवेचनसमन्वितः
१८३
અનંતર ક્ષણે તેની ઉત્પત્તિનું અનુમાન સહજ થઈ શકે.. પણ ક્ષણિક કાર્યનું તો પૂર્વે અંશતઃ પણ અસ્તિત્વ નથી હોતું અને તેથી તેનું અનંતર હોવાનું અનુમાન થઈ શકે નહીં.)
(૩) બૌદ્ધઃ માટીની અનંતરક્ષણે ઘટનો ઉપલંભ થાય છે - એ પરથી જણાઈ આવે કે માટીનો ઘટજનનસ્વભાવ જ છે... (એટલે અતિપ્રસંગ પણ નહીં આવે અને અનંતરભાવીપણું પણ સંગત થઈ જશે.)
સ્યાદ્વાદી અરે ! આ વાત તો બીજા ફળ વિશે પણ તુલ્ય જ છે (અર્થાત્ માટીની અનંતરક્ષણે તો, ઘટની જેમ, બીજા બધા પટાદિ પદાર્થોની પણ ઉપલબ્ધિ થાય છે જ...)
બૌદ્ધઃ કારણની અનંતર કાર્ય થાય છે, એટલે તે કારણ પ્રતિનિયત કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું છે – એવું અમે માનતા જ નથી, પણ અમે તો એવું માનીએ છીએ કે, (તસ્ય વ્યાપાર:) માટીનો વ્યાપાર (નૈવ) માત્ર ઘટ વિશે જ છે, બીજા વિશે નહીં. એટલે જ માટીનો માત્ર ઘટજનનસ્વભાવ છે.
સ્યાદ્વાદીઃ આ વાત પણ ઘટતી નથી (૪) કારણ કે માટી તો ક્ષણસ્થિતિક છે, એટલે અનંતર ઘટક્ષણે તો તેનો ઉચ્છેદ થઈ જાય છે, અર્થાત્ તેનું અસ્તિત્વ જ ન હોઈ તે અસત્ થઈ જાય છે ... તો (વટાણે) અસત્ એવી માટીનો; ઘટ વિશે વ્યાપાર થઈ શકે નહીં (નહીંતર તો ખપુષ્પનો પણ વ્યાપાર થવા લાગે !)
બૌદ્ધઃ કાર્યની ઉત્પત્તિ; તે જ કારણનો વ્યાપાર છે (ઘટનું ઉત્પન્ન થવું તે જ માટીનો વ્યાપાર છે) તેનાથી કોઈ જુદો વ્યાપાર હોય - એવું ઇષ્ટ નથી.* (હવે આવો વ્યાપાર તો કારણનો થાય છે જ, તો કારણવ્યાપારની અસંગતિ કેમ કહો છો ?)
(૫) સ્યાદ્વાદીઃ તો એનો મતલબ એ થયો કે, કારણવ્યાપાર (ઘટોત્પાદ) વખતે કાર્ય (=ઘટ) હોય છે. હવે કારણવ્યાપાર તો કારણક્ષણે જ હોઈ શકે, એટલે તો કારણક્ષણે કાર્યનું પણ અસ્તિત્વ આવી ગયું...અર્થાત્ કાર્ય-કારણ બંનેનું અસ્તિત્વ એક કાળે જ થઈ ગયું...
અને તેથી તો તે બેનો કાર્ય-કારણભાવ જ ન રહે; કેમ કે તુલ્યકાલીન બે પદાર્થોનો પરસ્પર, ગોવિષાણયની જેમ કાર્ય-કારણભાવ હોઈ શકે નહીં.)
એટલે અનંતરભાવપણાને લઈને કે કારણવ્યાપારને લઈને, વિશિષ્ટ હેતુ-ફળભાવની સંગતિ થઈ શકે નહીં.
____ न चापि विशिष्टक्रियाहेतुत्वमित्यतिव्याप्तेस्तस्य सर्वस्य समानत्वात्; सर्व एव हि पदार्था विशिष्टक्रियाहेतवः । इत्यलं प्रसङ्गेन ।
तदेवं वैशिष्ट्याभावाद्धेतुफलभावानुपपत्तिः, इति स्थितम् । T * મૂતિષાં ક્રિયા સૈવ' યે નિયમ પ્રમાણે આ વાત સમજવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org