________________
१८८
માનવાનો અતિપ્રસંગ આવે !
1
अथ वासनामाधाय निरुद्ध्यते ? इति एतदप्ययुक्तम्, वास्यवासकयोर्युगपदभावात् ।
किञ्च
'वासकाद् वासना भिन्ना, अभिन्ना वा भवेद् यदि । भिन्ना स्वयं तया शून्यो नैवान्यं वासयत्ययम् ।।१।। अथाभिन्ना न सङ्क्रान्तिस्तस्या वासकरूपवत् । वास्ये सत्यां च संसिद्धिर्द्रव्यांशस्य प्रसज्यते ।।२।। असत्यामपि सङ्क्रान्तो, वासयत्येव चेन्ननु ।
अतिप्रसङ्गः स्यादेवं, कल्पिता चेत् तवाऽपि किम् ||३||
अनेकान्तवादप्रवेशः
-or>
*
મૈં પ્રવેશરશ્મિ !
ભાવાર્થ : હવે વાસનાનું આધાન કરીને નાશ પામે એવું કહો, તો તે પણ અયુક્ત છે; કેમ કે વાસ્યવાસક બંનેનો એકી સાથે અભાવ છે. વળી, (૧) વાસકથી વાસના ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન હોય, તો સ્વયં તેનાથી શૂન્ય થઈ ગયો, અને તો એ અન્યને વાસિત ન કરી શકે... (૨) જો અભિન્ન હોય, તો વાસકરૂપની જેમ, વાસ્યમાં તેની સંક્રાંતિ ન થાય... અને થાય, તો દ્રવ્યાંશની સિદ્ધિ પ્રસક્ત થાય...(૩) જો સંક્રાંતિ વિના પણ આ વાસિત કરે એવું કહો, તો તો અતિપ્રસંગ થાય... અને જો તે વાસનાને કલ્પિત કહો, તો તમારે પણ તે વાસનાથી શું મતલબ ?
તૃતીય વિકલ્પની સમીક્ષા
વિવેચન : (૩) હવે કારણ, પોતાના કાર્યમાં વાસનાનું આધાન કરીને નાશ પામે એવું કહો, તો તે પણ અયુક્ત છે, કારણ કે વાસક (વાસનાનું આધાન કરનાર) અને વાસ્ય (જેમાં વાસના આહિત કરવાની છે તે) તે બેનું એકસાથે અસ્તિત્વ હોતું જ નથી. (તો વાસક, વાસ્યમાં વાસનાનું આધાન શી રીતે કરી શકે ?)
બીજી વાત, વાસકથી વાસના (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ?
(૧) જો ભિન્ન કહો, તો વાસક પોતે વાસનાથી શૂન્ય થઈ જશે ! તો વાસનારહિત એવો તે, બીજામાં વાસનાનું આધાન શી રીતે કરી શકે ?
(૨) હવે જો અભિન્ન કહો, તો તે વાસકરૂપ જ બની ગઈ અને તેથી જેમ વાસકનું રૂપ વાસ્યમાં સંક્રમિત થતું નથી, તેમ વાસના પણ વાસ્યમાં સંક્રમિત નહીં થાય (એટલે તો વાસ્યમાં વાસનાનું આધાન જ નહીં થાય.)
For Personal & Private Use Only
જો વાસકથી અભિન્ન વાસનાનું, વાસ્યમાં સંક્રમણ માનો, તો તે ‘વાસના’ તરીકે પૂર્વાપર ક્ષણોમાં અનુગત દ્રવ્યાંશની જ સિદ્ધિ થઈ.
Jain Education International
www.jainelibrary.org