________________
१७६
अनेकान्तवादप्रवेशः
<0
* પંચમ વિકલ્પની અસંગતિ
વિવેચન : (૫) હેતુ-ફળનું એક જ અર્થક્રિયાના કારણ તરીકે હોવું; તે જ તેઓની વિશિષ્ટતા છે, એવું કહેવું પણ અસંગત છે, કારણ કે તેવું (એકાર્થક્રિયાના કારણ તરીકે હોવું) સિદ્ધ નથી. તેનું કારણ એ કે, હેતુ-ફળ બંને એક જ અર્થક્રિયાના કારણ હોય એવું નથી, કારણ કે એક અર્થક્રિયાના કારણ તરીકે માનવા, તે બેનું યુગપદ્ અસ્તિત્વ માનવું પડે, પણ તેઓનું યુગપદ્ અસ્તિત્વ હોતું જ નથી. (હેતુ પૂર્વકાળે અને ફળ ઉત્તરકાળે - એમ પૂર્વાપ૨કાલીન અસ્તિત્વ જ હોય છે.)
જો તેઓનું યુગપત્ અસ્તિત્વ માનો, તો હેતુ-ફળભાવ જ ઉપપન્ન થાય નહીં, કારણ કે બે ગોવિષાણની જેમ સમાનકાળે થનારી વસ્તુઓમાં હેતુ-ફળભાવ હોય નહીં.
બીજી વાત, ફળ એ જ હેતુની અર્થક્રિયા છે (અર્થાત્ ઘટ જ માટીની અર્થક્રિયા છે.) કહ્યું છે કે
“ઘટ વગેરેની ઉત્પત્તિ; તે જ માટી વગેરેની અર્થક્રિયા છે...”
અને તેથી હેતુની અર્થક્રિયા એટલે ‘ફળ’ (અર્થાત્ માટીની અર્થક્રિયા એટલે ‘ઘટ’) તો હવે ફળની (ઘટની) અર્થક્રિયા (જલાહરણાદિરૂપ) કોઈ જુદી જ હોવી જોઈએ.
અને જો જુદી હોય, તો હેતુ-ફળ બંને એક જ અર્થક્રિયાના કારણ હોય એવું શી રીતે સિદ્ધ થાય ? એટલે તે વાત પણ અનુચિત જણાઈ આવે છે.
Jain Education International
अथ विशिष्टकारणजन्म, तदप्यसाधु, कारणवैशिष्ट्यानुपपत्तेः तथाहि तत्प्रत्ययान्तरसम्पातात् प्रतिकलमाहितातिशयं सत्तन्निर्वर्त्तयद्विशिष्टमुच्यते इति । एतच्चायुक्तम्, प्रत्ययान्तरसम्पातेऽप्यतिशयायोगात् ; तथाहि स तस्यातिशयः प्रत्ययान्तरसम्पातजन्मानुत्पन्नस्य વા સ્થાત્ ? ઉત્પદ્યમાનસ્ય વા ? ઉત્પત્રસ્ય વા ? નિવર્તમાનસ્ય વા ? નિવૃત્તસ્ય વા ? इति विकल्पाः । न तावदनुत्पन्नस्य, तस्यैवासत्त्वात् । नाप्युत्पद्यमानस्य उत्पद्यमानावस्थाऽनभ्युपगमात् । नाप्युत्पन्नस्य, अनाधेयातिशयत्वाद्, अतिशयाधाने च तदन्यत्वप्रसङ्गात् । नापि निर्वर्त्तमानस्य निवर्त्तमानावस्थाऽनभ्युपगमात् । नापि निवृत्तस्य, तस्यैवाविद्यमानत्वात् । --• પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : હવે વિશિષ્ટ કારણથી જન્મ કહો, તો તે પણ સારું નથી, કારણ કે કારણની વિશિષ્ટતા જ ઉપપન્ન નથી. તે આ પ્રમાણે - તેઓ, બીજા પ્રત્યયોના સમાગમથી પ્રતિપળ અતિશયના આધાનવાળા થઈ કાર્યને ઉત્પન્ન કરે, તો તેઓ વિશિષ્ટ કહેવાય, પણ એ અયુક્ત છે; કેમ કે બીજા પ્રત્યયોના સમાગમમાં પણ અતિશય ઘટતો નથી. તે આમ - પ્રત્યયાંતરના સમાગમથી થનારો તે અતિશય કોનો થાય છે ? અનુત્પન્નનો, ઉત્પદ્યમાનનો, ઉત્પન્નનો, નિવર્તમાનનો, કે નિવૃત્તનો ? અનુત્પન્નનો તો ન મનાય, કારણ કે
For Personal & Private Use Only
www.jainelibrary.org