________________
गुर्जरविवेचनसमन्वितः
१७७
તે જ અસત્ છે, ઉત્પદ્યમાનનો પણ ન મનાય; કેમ કે ઉત્પદ્યમાન-અવસ્થા તમે માની જ નથી. ઉત્પન્નનો પણ ન મનાય, કારણ કે તેમાં અતિશયનું આધાન ન થઈ શકે અને અતિશયનું આધાન માનવામાં તે તેનાથી જુદો થવાનો પ્રસંગ આવશે. નિવર્તમાનનો પણ ન મનાય, કારણ કે તમે નિવર્તમાન-અવસ્થા માની નથી અને નિવૃત્તનો પણ ન મનાય, કારણ કે તે વિદ્યમાન જ નથી.
છે છઠ્ઠા વિકલ્પની વિકલ્પશઃ સમીક્ષા છે વિવેચન : (૬) વિશિષ્ટ કારણથી ફળનો જન્મ થવો; તે જ હેતુ ફળની વિશિષ્ટતા છે, એવું કહો તો તે પણ યોગ્ય નથી, કારણ કે કારણની વિશિષ્ટતા જ સંગત નથી (કે જેથી તમે વિશિષ્ટ કારણથી ફળનો જન્મ કહી શકો.)
તેનું =કારણની વિશિષ્ટતા ન હોવાનું) કારણ એ કે, બીજરૂપ કારણમાં, પૃથ્વી વગેરે સહકારીકારણના સમાગમથી કોઈ અતિશયવિશેષનું આધાન થાય અને પછી તે અંકુરને ઉત્પન્ન કરે, તો તે બીજ “વિશિષ્ટ’ કહી શકાય. પણ આવું થવું યુક્તિસંગત નથી, કારણ કે પૃથ્વી વગેરે સહકારી કારણોના સમાગમમાં પણ, બીજમાં કોઈ અતિશયવિશેષનું આધાન થઈ શકતું નથી. તે આ પ્રમાણે –
પૃથ્વી વગેરે સહકારી કારણોના સમાગમથી થનારા જે અતિશયવિશેષ છે, તેનું આધાન શેમાં થાય છે? (૧) અનુત્પન્ન બીજમાં, (૨) ઉત્પમાનમાં, (૩) ઉત્પન્નમાં, (૪) નિવર્તમાનમાં, કે (૫) નિવૃત્તમાં?
આ પાંચ વિકલ્પો છે.
(૧) અનુત્પન્ન બીજમાં તો અતિશયનું આધાન ન માની શકાય, કારણ કે તે તો અનુત્પન્ન હોવાથી હજી અસત્ છે (અને ખપુષ્પની જેમ અસમાં અતિશયનું આધાન ન થાય.)
(૨) ઉત્પદ્યમાન બીજમાં પણ અતિશયનું આધાન ન મનાય, કારણ કે બીજની ઉત્પદ્યમાન અવસ્થા તમે માની જ નથી... (બીજ પૂર્વેક્ષણ અનુત્પન્ન હતો ને હમણાની ક્ષણે ઉત્પન્ન થઈ ગયો, એટલે તે બે વચ્ચેની ઉત્પદ્યમાન ક્ષણ કોઈ રહી જ નહીં કે જેમાં અતિશયનું આધાન માની શકાય...)
(૩) ઉત્પન્ન બીજમાં પણ અતિશયનું આધાન ન મનાય, કારણ કે તે ઉત્પન્ન હોવાથી જ તેમાં હવે અતિશયનું આધાન થઈ શકે નહીં. અને જો અતિશયનું આધાન માનો, તો તે અતિશય બીજથી ભિન્નરૂપે સિદ્ધ થશે... (બીજ તો ઉત્પન્ન થઈ ગયું છે. એટલે પાછળથી થનારો અતિશય, તેનાથી જુદો જ સિદ્ધ થાય...)
(૪) નિવર્તમાન નાશ પામતાં) બીજમાં પણ અતિશયનું આધાન ન મનાય, કારણ કે તમે બીજની નિવર્તમાન અવસ્થા માની જ નથી. (બીજ પૂર્વેક્ષણે વિદ્યમાન હતો ને ઉત્તરક્ષણે નષ્ટ થઈ ગયો. એટલે તે બે વચ્ચેની નિવર્તમાન ક્ષણ કોઈ રહી જ નહીં કે જેમાં અતિશયનું આધાન માની શકાય...)
(૫) નિવૃત્ત બીજમાં પણ અતિશયનું આધાન ન મનાય, કારણ કે તે નિવૃત્ત હોવાથી જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org