________________
अनेकान्तवादप्रवेशः -or>
(આશય એ કે, બૌદ્ધમતે કાર્યક્ષણ અને કા૨ણક્ષણ બંને અત્યંત ભિન્ન મનાય છે. એટલે તેઓ મતે કારણના ધર્મો કાર્યમાં સંક્રમે - એવું સંભવિત જ નથી...)
१७४
વળી બૌદ્ધમતે કારણ નિરંશ મનાય છે, એટલે તેવા નિરંશ કારણથી જુદા કોઈ ધર્મો હોતા જ નથી કે જેઓનું કાર્યમાં સંક્રમણ થઈ શકે...
અથવા જો કારણના ધર્મોનું કાર્યમાં સંક્રમણ માનો, તો તે ધર્મો પૂર્વાપર ક્ષણોમાં અનુગત થયા હોવાથી, તમારે ‘અન્વય' માનવાનો પ્રસંગ આવશે !
એટલે કારણધર્મનું સંક્રમણ થવાની વાત પણ અનુચિત જણાઈ આવે છે.
←
अथ साधारणवस्तुसम्बन्धित्वम्, तदप्ययुक्तम्, साधारणवस्तुनोऽभावात्, स्वलक्षणानां वस्तुत्वात्, तेषां च मिथोऽत्यन्तभिन्नत्वात्, अतत्कारणतत्कार्यव्यावृत्तेश्च वाङ्मात्रत्वात्, स्वरूपव्यतिरेकेण सर्वभावानामेव सर्वभावेभ्योऽविशेषेण व्यावृत्तेः । विशेषाभ्युपगमे च पर्यायतः समानपरिणामाभ्युपगमप्रसङ्गात् ।
* ‘ઞતારાાત્ તત્વાર્થ...' કૃતિ પૂર્વમુદ્રિતપાઃ, અત્ર B-C-D-પાઈ: | ---• પ્રવેશરશ્મિ ---
ભાવાર્થ : (૪) હવે સાધારણ વસ્તુની સાથે સંબંધીપણું હોવું; તે પણ અયુક્ત છે, કારણ કે સાધારણ કોઈ વસ્તુ જ નથી... વસ્તુ તો સ્વલક્ષણ છે અને તે તો પરસ્પર અત્યંત ભિન્ન છે... અને અતત્કારણથી અને અતત્કાર્યથી વ્યાવૃત્તિ તો માત્ર બોલવા પૂરતી છે, કેમ કે સ્વરૂપ જ જુદા હોવાથી બધા પદાર્થો બધા પદાર્થોથી સમાનપણે વ્યાવૃત્ત છે. અને જો કોઈ વિશેષ માનો, તો નામ બદલીને ‘સમાનપરિણામ’ માનવાનો જ પ્રસંગ આવે.
* ચતુર્થ વિકલ્પની અસંગતિ
વિવેચન : (૪) મૃત્રપિંડ અને ઘટ બંનેમાં સાધારણરૂપે રહેનાર માટી; તેની સાથે હેતુ-ફળનો સંબંધ હોવો તે જ હેતુ-ફળની વિશિષ્ટતા છે. (અર્થાત્ માટીની સાથે મૃત્યુપિંડ અને ઘટનું સંબંધીપણું હોવું તે જ વિશિષ્ટતા...)
પરંતુ આવું પણ તમારા મતે યુક્ત નથી, કારણ કે તમે પૂર્વાપર ક્ષણોમાં અનુગત-સાધારણ એવી કોઈ વસ્તુ માનતા જ નથી. (કે જેની સાથે હેતુ-ફળનું સંબંધીપણું હોઈ શકે.)
અને સાધારણ વસ્તુ ન હોવાનું કારણ એ કે, તમે સ્વલક્ષણને જ વસ્તુરૂપ માનો છો અને સ્વલક્ષણો તો પરસ્પર એકબીજાથી અત્યંત ભિન્ન હોય છે. (એટલે સાધારણ વસ્તુ હોવી સંભવિત જ નથી.)
બૌદ્ધ : અમે સાધારણ તત્ત્વ સંગત કરવા, અતત્કારણવ્યાવૃત્તિ અને અતત્કાર્યવ્યાવૃત્તિ માની
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International