________________
गुर्जरविवेचनसमन्वितः –
१७३
“ બીજા વિકલ્પની અસંગતિ
વિવેચન : (૨) હવે હેતુ-ફળ બંનેનું એક કાળે હોવાપણું કહો, તો તે વિશે પ્રશ્નો ઊભા થાય કે, (ક) સંપૂર્ણપણે એકકાળે હોવાપણું, કે (ખ) કથંચિદ્ એકકાળે હોવાપણું ?
(ક) જો સંપૂર્ણપણે એકકાળે હોવાપણું કહો, તો તે તો સંભવતું જ નથી, કારણ કે તેવું માનવામાં તો કાર્યનું અસ્તિત્વ જ રહેતું નથી. તે આ રીતે –
જો માટી તદવસ્થ જ હોય, તેમાં કોઈ ફેરફાર ન થાય, તો તેનાથી ઘડો બને નહીં (માટીને પાણી આદિની સાથે સંયોજિત કરાય, ચક્ર પર મૂકાય, ઉચિત ઘાટ અપાય, પછી તેનાથી ઘડો બને, અન્યથા નહીં) આ વાત પ્રતીતિસિદ્ધ છે.
એટલે કારણ ઉત્પન્ન થાય તે વખતે તો તેમાં કોઈ ફેરફાર નથી થતો અને તો તે વખતે કાર્યનો જન્મ પણ નહીં થાય... તો પછી કાર્ય-કારણનું એક કાળપણું ક્યાં રહ્યું ?
એટલે પહેલો વિકલ્પ તો ન મનાય....
(ખ) હવે જો કથંચિદ્ એકકાળે હોવાપણું કહો, તો તો અમારા મતનો જ અનુવાદ થયો ! કારણ કે પરિણમનની અપેક્ષાએ કારણ જ કાર્યરૂપે પરિણમે છે અને તેથી તેઓને કથંચિદ્ એક તો અમે માન્યા છે જ.
આમ, કાર્યક્ષણે કારણનો અન્વય હોવાથી કથંચિત્ તે બેનું એકકાળે હોવું અલ્યુપગત જ છે અને તેનો જ તમે અનુવાદ કર્યો કહેવાય.
એટલે હેતુ-ફળ બંને એક કાળે હોવાની વાત વિકલ્પોથી અનુચિત જણાઈ આવે છે.
अथ कारणधर्मसङ्क्रान्तिः साऽप्यघटमाना, कार्यकारणयोरत्यन्तैभेदाभ्युपगमात्, कारणव्यतिरिक्तस्य च धर्मस्यासम्भवात् तत्सङ्क्रान्तौ वाऽन्वयप्रसिद्धिप्रसङ्गात् ।
★ ‘...ત્યાં મેવા...’ કૃતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર B-C-D-પ[6: I - પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : (૩) હવે કારણના ધર્મનું સંક્રમણ કહો, તો તે પણ ઘટતું નથી, કારણ કે કાર્ય-કારણનો અત્યંત ભેદ મનાય છે અને કારણથી જુદા ધર્મનો સંભવ પણ નથી. અથવા તો ધર્મનું સંક્રમણ માનવામાં અન્વયની સિદ્ધિ થવાનો પ્રસંગ આવે.
ૢ તૃતીય વિકલ્પની અસંગતિ
વિવેચન : (૩) કારણના ધર્મોનું કાર્યમાં સંક્રમણ થવું, તેને જો વિશિષ્ટતા કહેતા હો, તો તે પણ ઘટતી નથી, કારણ કે તમે કાર્ય-કારણનો અત્યંત ભેદ માનો છો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org