________________
(૧૩)
| | શ્રીશહેશ્વરપાર્શ્વનાથાય નમ: ___तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥
I ! શું નમ: II
અહોકાંત: દીવો
, (વિવેચકની કલમે),
• અંધકાર, દૃષ્ટિનો પ્રસાર રોકી દે. • અંધકાર, જરૂરી કાર્યને કરવામાં વિઘ્ન ઊભું કરે. • અંધકાર વિપર્યાસનું સર્જન કરે (થાંભલો પણ માણસ દેખાય) • અંધકાર ભયભીત બનાવી દે.
પણ દીવડાની એકમાત્ર જયોત, ચોમેર પ્રકાશ પાથરી એ અંધકારનું અસ્તિત્વ નામશેષ કરી છે નાંખે છે ને એની તમામ અસરો દૂર ફેંકી દે છે.
વાત છે એકાંત-અનેકાંતવાદની ! એકાંત તે ભયાનક અંધકાર છે... • દૃષ્ટિને સંકુચિત ને છીછરી બનાવે. • સમતારૂપ સિદ્ધિને સાધવામાં સંકલ્પ-વિકલ્પોનું વિઘ્ન ઊભું કરે. • ઉન્માર્ગમાં પણ સન્માર્ગનો ભ્રમ કરાવી વિપર્યાસનું સર્જન કરે. • ને યાવત્ રાગ-દ્વેષની કારમી વેદનાઓ આપીને આત્મસ્વરૂપને ભયભીત કરી દે છે.
આ છે એકાંતવાદની ભયાનક અસરો! તેનાથી વ્યથિત થયેલો જીવ દિમૂઢ થઈને અનેક દોષોનું ! ઉપાર્જન કરે છે અને તેનાથી દીર્ઘતર સંસાર વધારી કહુફળોનો ભાગી બને છે.
પણ “અનેકાંત' એ એક જયોતિશીલ દીવડો છે. તેની એકમાત્ર જયોત, એકાંત અને એકાંતની ! તમામ અસરોને દૂર ફેંકી દે છે. તેનાથી દષ્ટિ ખુલે છે... દોષ ટળે છે... ને યાવતુ પરમરહસ્યની ! I પ્રાપ્તિ દ્વારા સાધનાનું સામ્યરૂપ ઉદ્દેશ્ય હાથવગું થાય છે.
અધ્યાત્મોપનિષદ્ધાં તો ત્યાં સુધી *જણાવ્યું છે કે – “જે વ્યક્તિ પાસે સ્યાદ્વાદનું સુવિશદ અજવાળું છે, તે જ વ્યક્તિ અધ્યાત્મ પામી શકે, તે સિવાયનો નહીં.”
| વિચારતા કરી મૂકે એવી વાત છે. સ્યાદ્વાદ નહીં, તો અધ્યાત્મ પણ નહીં ! રે, યાવતુ-મોક્ષમાર્ગ પણ નહીં! અત્યંત અત્યંત આવશ્યક છે, એ સ્યાદ્વાદ અને અનેકાંતવાદ ! S) * “નગ્નવૃતપ્રાન્તિ:, દિશાન્તિસમુd: |
स्याद्वादविशदालोकः, स एवाध्यात्मभाजनम् ॥' - अध्यात्मोपनिषद् १/५ -------------
હ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org