________________
( ૧૨ )
અનેકાંતવાદ-પ્રવેશ Ay
અનાદિ કાળથી આપણા સંસાર-પરિભ્રમણનું કારણ મિથ્યાત્વ છે. એકાંત માન્યતા છે. જો એ સંસારથી છુટકારો મેળવવો હોય તો એકાંત માન્યતાને છોડીને, અનેકાંતનો સ્વીકાર કરવો જ પડશે.
Jain Education International
એ અનેકાંત શું છે ? તેની પ્રાથમિક સમજણ અને એકાંત માન્યતાઓનું બહુ સંક્ષેપમાં નિરસન કરતો તાર્કિક શિરોમણિ હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.નો ગ્રંથ એટલે અનેકાંતવાદ-પ્રવેશ.
ગ્રંથનો પરિચય તો અભ્યાસ કરવાથી જ થઈ શકે. પણ આપણી બુદ્ધિ એટલી ક્ષીણ થઈ ગઈ છે કે અનેકાંતવાદ-પ્રવેશમાં પણ આપણે પ્રવેશ કરી શકીએ નહીં, ત્યારે એમાં પ્રવેશ કરવામાં સહાય કરવા માટે, તેનો અનુવાદ લઈને પ.પૂ.મુ.શ્રી યશરત્નવિ. મ.સા. આપણી પાસે ઉપસ્થિત થયા છે. અનેકાંતવિષયક ગ્રંથનો અનુવાદ ક૨વો એ ઘણી જ જ્ઞાનગંભીરતા અને પરિપક્વતા માંગે છે. મુનિરાજ બહુ નાની વય અને અલ્પ પર્યાયમાં આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે, તેમાં કારણ તેમનું ગુરુબહુમાન-સમર્પણ અને તેના દ્વારા પ્રાપ્ત થયેલી ગુરુકૃપા તથા અવિરત પુરુષાર્થ છે. તેમની હાર્દિક અનુમોદના કરીએ અને આ ગ્રંથના અધ્યયન દ્વારા તેમના પુરુષાર્થને સફળ કરીએ · આપણા સમ્યગ્દર્શનને નિર્મળ કરીએ, એ જ શુભાભિલાષા...
For Personal & Private Use Only
દ.
ભવ્યસુંદરવિ.
જેઠ સુ. ૪, વિ.સં. ૨૦૬૮. કેશવ સૃષ્ટિ, ભાયંદર.
www.jainelibrary.org