________________
(૧૧)
શબ્દોમાં :
"प्रक्रीडन्नयकानने विजयते स्याद्वादपञ्चाननः"
પ્રસ્તુત ગ્રંથના વિષયનો વિસ્તાર અને નિખાર “અનેકાંતજયપતાકા' ગ્રંથમાં છે. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ રચિત બંને ગ્રંથો પર ગુજરાતી વિશદ વૃત્તિ અને વિસ્તૃત વિવેચના લખીને, મુનિરાજશ્રી યશરત્નવિજયજીએ અનુપમ સર્જન કર્યું છે.
દીક્ષાદાનેશ્વરી પ.પૂ.આ.દેવ શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ.ની કૃપા અને વિદ્વધર્ય પ. પૂ. આ.દેવ શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.નું પીઠબળ મેળવીને વિદ્વાન મુનિરાજશ્રી યશરત્નવિજયજી એ કરેલ અથાગ પ્રયાસ પ્રશંસનીય છે.
પાંચ ભાગમાં પ્રકાશિત થયેલ અનેકાંતજયપતાકાની સાથે પ્રકાશિત થતા આ ગ્રંથનું સંપૂર્ણ સંશોધન કરનાર ન્યાયાદિશાસ્ત્રવેત્તા, આગમાદિ સાહિત્યના જ્ઞાતા વિદ્વાન મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજીએ સ્વકાર્ય દ્વારા આ ગ્રંથની ઉપાદેયતામાં વૃદ્ધિ કરી છે.
પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન એ અધ્યયન અને અધ્યાપનયોગની થાળીમાં એક નવી વાનગી પીરસે છે. આ ગ્રંથનું અધ્યયન, મતિને અનેકાંતશૈલીથી પરિકર્મિત બનાવી મોક્ષમાર્ગસાધની બનાવે. માર્ગસ્થ બોધ, નિર્ણયો ને અવધારણા કરવામાં સહાયક બનાવે. અને શીઘ્રમ્ મોક્ષપ્રાપક બનાવે એવી શુભકામના.
===
પં. ઉદયવલ્લભવિજય વિ.સં. ૨૦૬૮, આસો
સુદ-૫, માટુંગા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org