________________
(૧૦)
અનેકાંતવાદની ફરજિયાત ગ્રાહ્યતા સૂચવે છે.
સમજવામાં કઠિન લાગતો “અનેકાંત' નામનો દાર્શનિક પ્રમેય, ખરેખર અત્યંત લોકભોગ્ય અને જીવનસંગત છે. તે એટલી હદે કે તેને છુટો પાડવો મુશ્કેલ છે. અત્યંત સ્થૂળદષ્ટિએ સમજવા પૂરતા કેટલાક વ્યાવહારિક ઉદાહરણો લઈએ –
• “તમારો દીકરો તમને મળવા આવે છે ખરો?” “શેનો દીકરો ? કોનો દીકરો ? જેને સાથે રહેવું નથી, વડીલોને સાચવવા નથી, તે દીકરો શાનો? મેં તો હવે હાથ ધોઈ નાંખ્યા છે... મનને પણ ભૂલાવવા મથી રહ્યો છું કે મારે દીકરો છે !” આને સદસર્વાદ કહી શકાય. આમ દીકરો છે પણ ખરો, અને છતાં, નથી પણ ખરો !
સ્વર્ગવાસ પામેલી કોઈ વિભૂતિના અવિસ્મરણીય અને અનુપમ ગુણવૈભવને યાદ કરીને બોલાય છે : “મહાપુરુષો ક્યારેય મરતા નથી. ગુણપિંડથી તેઓ કાયમ હયાત હોય છે...” નિત્યાનિત્યવાદને સમજવા માટે આ ઉદાહરણ ચાલે. વ્યક્તિ વિલય પામી છે, છતાં કો'ક રીતે અવિલીન રહે છે.
ગાંધીજીના ચશ્માથી લઈને સ્વ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મ.નો દંડ! આમ વસ્તુ સામાન્ય લાગે, છતાં તેના જૂના માલિકની અપેક્ષાએ તે વસ્તુ ઘણી જ વિશેષરૂપ પણ છે... આને સામાન્ય-વિશેષવાદ કહી શકાય.
• તીર્થકરોના અનંત ગુણવૈભવને વિસ્તારથી વર્ણવી દીધા પછી ‘ત નૈવ પર્યતે' કહીને અટકી જવું પડે છે. જેટલા અંશે બોલી શકાયું, તેટલા અંશે અભિલાપ્ય અને કેવળી કે સરસ્વતી માટે પણ વર્ણનાતીત અંશને અનભિલાપ્ય ગણી લઈએ, તો આ ઉદાહરણ અભિલાપ્ય-અનભિલાષ્યવાદને સમજવા ઉપયોગી છે.
વિષયવિભાગને સ્થૂલદષ્ટિએ સમજવા પૂરતા જ આ ઉદાહરણો છે. આ વિષયોના અધ્યયન થકી, મતિ અનેકાંતપરિકર્મિત બને છે અને ત્યારે જ સાધના બળવાન અને ફળવાન બને છે.
છેલ્લે “અનેકાંતવાદમાં જ મોક્ષ' જણાવીને, ગ્રંથકારશ્રીએ, એકાંતવાદની મોક્ષબાધકતા પણ જણાવી દીધી છે. પ્રચલિત મતાંતરો, સંઘર્ષો ને વિખવાદો ત્યાં સુધી લોખંડસ્થિતિએ રહે છે, જ્યાં સુધી અનેકાંતનો પારસમણિસ્પર્શ તેને સાંપડ્યો ન હોય !
જેટલા માથા એટલા મન”ની ઉક્તિ પ્રમાણે આ વિશ્વ એટલે અડાબીડ વિચારવન ! તેમાં વનરાજ તરીકે અનેકાંતવાદનું સ્થાન છે. ક્યાંક ને ક્યાંક અનેકાંતની આણમાં રહીને જ અન્ય વિચારધારા કે દર્શનધારા ટકે છે.
શ્રી વાદિદેવસૂરિ મહારાજે સ્વવિરચિત સ્યાદ્વાદરત્નાકર ગ્રંથના મંગલાચરણમાં સ્યાદ્વાદની સ્તવના કરી છે અને તે પણ ઉપરોક્ત વિચારને જાણે સિક્કો મારતા હોય તેવા
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org