________________
(૯)
अनेकान्तो विजयते
(પ્રસ્તાવના).
થોડા વખત પહેલા એક ડોક્યુમેન્ટ્રી તૈયાર થયેલ. જેનું નામ હતું : “Is it always } right to be right” અર્થાત્ “કાયમ સાચા હોવું એ શું સાચું છે?”
મુદ્દો મજાનો છે...
સંઘર્ષોના મૂળ, ઘણું કરીને વિચારભેદ અને અસહિષ્ણુતામાં રહ્યા હોય છે. વિશ્વમાં ફેલાતા રોગો માટે ઔષધો શોધાતા રહે છે, પણ વિવાદને શમાવી સંવાદમાં લાવી આપતું એકમાત્ર મહૌષધ હોય, તો એ છે અનેકાંતવાદ! જેનું નિરૂપણ પ્રભુએ ગર્ભિત રીતે ત્રિપદીના માધ્યમે જ કરી દીધું !
અનેકાંતવાદ એ જૈનવિચારધારાનો મુખ્ય પ્રવાહ કહી શકાય. એક જ વાતને, . વિગતને, વસ્તુને, વ્યક્તિને કે વિચારને અન્યાન્ય દૃષ્ટિકોણોથી વિચારવાની space એ અનેકાંતવાદ આપે છે.
| વ્યવહારતઃ માલિકીભાવે જે વસ્તુ મારી છે, તે જ વસ્તુ તત્ત્વતઃ મારી નથી પણ ખરી... કારણ કે, તત્ત્વતઃ તો કેવળ મારા સ્વભાવરૂપ આત્મગુણો જ મારા છે.
જ કો'ક ભવમાં જેઓ મારા સ્વજન હતા, તેઓ વર્તમાનભવે મારા સ્વજન ન પણ હોય. આમ તેમનું સ્વજનપણું પણ આપેક્ષિક છે.
જ ‘વલસાડ દૂર છે’ અને ‘વલસાડ નજીક છે એની ચર્ચામાં અમદાવાદની અપેક્ષાએ પહેલું વાક્ય સાચું છે ને મુંબઈની અપેક્ષાએ બીજું વાક્ય સાચું છે.
IT શિયાળામાં અત્યંત અનુકૂળ એવા ઊનના વસ્ત્રો ઉનાળામાં અત્યંત પ્રતિકૂળ ગણાય
એકાંતે કોઈ વસ્તુ નજીક/દૂર નથી, સારી નરસી નથી કે એકાંતે કોઈ વ્યક્તિ પોતાની/પારકી નથી. અલગ અલગ અપેક્ષાને લઈને વસ્તુતત્ત્વને અલગ અલગ રીતે સમજાવતી વિચારધારા એટલે જ અનેકાંતવાદ !
અનેકાંતવાદપ્રવેશ” એ યથાર્થનામા ગ્રંથ છે. પ્રસ્તુત ગ્રંથમાં મુખ્ય પાંચ વિષયો છે : (૧) સદસદ્વાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્ય-વિશેષવાદ, (૪) અભિલાખ અનભિલાષ્યવાદ... આ પાંચ વિષયો બાદ, અનેકાંતમાં જ મોક્ષની રજૂઆત,
-
-
-
-
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org