________________
गुर्जरविवेचनसमन्वितः
१६५
(૬) રાગ-દ્વેષાદિ ક્લેશના સમૂહને વિક્ષોભ (=વેરવિખેર) કરવામાં દક્ષ એવા નિર્મળ =નિરતિચાર) એવા સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને સન્મુખ કરીને, ક્રમશઃ વિશુદ્ધ-વિશુદ્ધતર ચિત્તની પરંપરાવાળો... આવો જીવ, નિરતિશય અને મધુર રસવાળા મોક્ષનું આસ્વાદન કરે છે.
આ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે.
પણ આત્મા આદિ વસ્તુને, જો પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો તે માર્ગ બિલકુલ ઘટતો નથી. તે આ પ્રમાણે –
આત્મા પ્રતિક્ષણ નશ્વર છે. એટલે આત્માની પીડા પામવાની ક્ષણ જુદી અને નિર્વેદ પામવાની ક્ષણ જુદી... વિરાગ પામવાની ક્ષણ જુદી અને મોક્ષ પામવાની ક્ષણ જુદી – આમ દરેક ક્ષણો જુદી જુદી હોવાથી, તે તે ક્ષણગત નિરન્વય નશ્વર આત્મા પણ જુદો જુદો થાય.
અને એટલે તો એવું ફલિત થાય કે, શારીરિક-માનસિક સંસારના દોષોથી બીજો જ પીડાય છે અને નિર્વેદ બીજો જ કોઈ પામે છે... વૈરાગ્ય બીજાને થાય છે અને મોક્ષ બીજો જ કોઈ મેળવે છે.
પણ આવું માનવું તો જરાય શોભન નથી, નહીંતર તો અતિપ્રસંગ એ આવે કે, ચૈત્રના વૈરાગ્યથી મૈત્રનો મોક્ષ માનવો પડે.
(ભાવ એ કે, વિરાગીક્ષણથી ભિન્નક્ષણમાં પણ જો મુક્તિ થતી હોય, તો તેની જેમ ચૈત્રરૂપ વિરાગીક્ષણથી ભિન્ન મૈત્રક્ષણમાં પણ મુક્તિ માનવી પડે ! જે બિલકુલ યોગ્ય નથી.)
એટલે ક્ષણિકમતે મોક્ષ પણ સંગત નથી અને તો તેઓ મતે પારલૌકિક વ્યવહાર પણ સંગત ન જ થાય, એવું સ્થિત થયું.
(હવે બૌદ્ધ, ક્ષણિકમતે ઐહિક-પારલૌકિક તમામ વ્યવહારને સાબિત કરવા અને પોતાના મતને નિર્દોષ બતાવવા, વિસ્તૃત (૧૬૫થી ૧૭૦ પૃષ્ઠ સુધીનો) પૂર્વપક્ષ રજૂ કરે છે –)
स्यादेतद्-विशिष्टहेतुफलभावनिबन्धनः सर्व एवायमैहिकामुष्मिकव्यवहारः; तथाहिविशिष्टां रूपादिसामग्री प्रतीत्य विशिष्टमेव संवेदनमुपजायते, ततश्च तदेव तस्य ग्राहकमभिधीयते, न पुनरन्यद्, अतिप्रसङ्गात्; एवं स्मरणाद्यपि भावनीयम् इति ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ: બોદ્ધપૂર્વપક્ષ ઃ વિશિષ્ટ હેતુ-ફળ ભાવના કારણે જ આ બધો ઐહિક-આમુમ્બિક વ્યવહાર થાય. તે આ પ્રમાણે - વિશિષ્ટ રૂપાદિ સામગ્રીને આશ્રયીને વિશિષ્ટ જ સંવેદન ઉત્પન્ન થાય અને તેથી તે જ તેનું ગ્રાહક કહેવાય, બીજુ કોઈ નહીં. કારણ કે અતિપ્રસંગ આવે. એ રીતે સ્મરણાદિ પણ સમજવું.
* ક્ષણિકમતે વ્યવહારસમંજસતાસાધક બદ્ધપૂર્વપક્ષ કે વિવેચન : બૌદ્ધપૂર્વપક્ષ: અમે એક વિશિષ્ટ કાર્ય-કારણભાવ માનીશું અને તેના આધારે જ ઐહિક-પારલૌકિક તમામ વ્યવહાર ઘટાડીશું. તે આ પ્રમાણે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org