________________
१६४
अनेकान्तवादप्रवेशः
તો અકૃતઅભ્યાગમ નામનો દોષ આવે.
(ભાવ એ કે, કર્તાપુરુષે કુશળક ઉપાર્જન કર્યું અને તે કર્મનું ફળ તમારે માનવું છે. હવે તે કર્મનું ફળ, ભવિષ્યમાં આવનારી બીજી ક્ષણોમાં માનો તો તો અકૃત-અભ્યાગમ આવે જ. કારણ કે (અકૃત5) ભવિષ્યમાં આવનારી જે ક્ષણોએ કુશળકર્મ કર્યું નથી, તે ક્ષણોમાં પણ તમે (અભ્યાગમe કુશળકર્મનું ફળ માની બેઠા...)
પણ આ રીતે કૃતનાશ અને અકૃત-અભ્યાગમ માનવો તે બિલકુલ સમંજસ નથી. (જ કુશળમાં પ્રવર્તે તેને કશું ફળ ન મળે અને તેનું ફળ બીજા મેળવી જાય... એ બધું તો જરાય ન્યાયસંગત નથી.)
એટલે ક્ષણિકમતે કર્મફળનો સંબંધ વગેરે પારલૌકિક વ્યવહાર પણ સંગત નથી.
तथा मुक्तिरपि प्राणिनामसङ्गतैव; तथाहि-तीव्रतरवेदनाविभिन्नशरीरः संसारविमुखया प्रज्ञया विभावितसंसारदोषो निरास्थो जिहासुर्भवमुपादित्सुनिर्वाणं रागादिक्लेशपक्षविक्षोभक्षममामुखीकृत्य मार्गममलं क्रमेणावदायमानचित्तसन्ततिनिरतिशयपेशलरसमास्वादयति निर्वृतिमिति न्यायः, अयं च प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सति आत्मादिवस्तुनो न घटामुपैति, तथाहि अन्य एव दुःखैः सांसारिकैः पीड्यते, अन्यश्च निर्विद्यते, अन्यस्य च विरागमुक्ती, इति, अशोभनमेतत्, अतिप्रसङ्गात्, एवमामुष्मिकव्यवहारोऽप्यसङ्गतः, इति स्थितम् ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : તથા મુક્તિ પણ પ્રાણીઓને અસંગત જ છે. તે આ પ્રમાણે - તીવ્રતર વેદનાથી ભેદાયેલા શરીરવાળો, સંસારવિમુખ પ્રજ્ઞાથી ભાવેલા સંસારના દોષવાળો, આસ્થા વિનાનો, ભવને છોડવા ઇચ્છનાર, નિર્વાણ મેળવવા ઇચ્છનાર રાગાદિ ક્લેશના પક્ષને વિક્ષોભ કરવા સમર્થ એવા અકલંક માર્ગને સન્મુખ કરીને ક્રમશઃ વિશુધ્ધમાન ચિત્તસંતતિવાળો જીવ, નિરતિશય-મધુરરસવાળી નિવૃતિને આસ્વાદે છે અને આત્માદિ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવામાં આવું સંગતિને પામે નહીં. તે આમ - સાંસારિક દુઃખો વડે બીજો જ પીડાય અને બીજો નિર્વેદ પામે અને બીજાને વૈરાગ્ય અને મુક્તિ થાય અને આ તો અશોભન છે; કેમ કે અતિપ્રસંગ આવે છે. આમ, આમુષ્મિકવ્યવહાર પણ અસંગત છે-એમ સ્થિત થયું
* ક્ષણિકવાદમાં મુક્તિ પણ અસંગત છે વિવેચન : જો દરેક વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો તો પ્રાણીઓની મુક્તિ પણ અસંગત થઈ જશે. તે આ પ્રમાણે –
(૧) જરા-મરણાદિ તીવ્રતર વેદનાને કારણે, શરીર પર નિર્વેદ પામેલો.. (૨) સંસારવિમુખ લોકોત્તર પ્રજ્ઞાથી, સંસારમાં જન્મ-મરણાદિ સતત થતા હોવાથી, જેણે સંસારનો દોષ ભાવિત કર્યો છે... (૩) સંસારમાં સંયોગ-વિયોગ થયા કરતા હોવાથી, જેને સંસાર પર જરાય આસ્થા રહી નથી. (૪) ભવને છોડવા ઇચ્છનારો. (૫) નિર્વાણને (=મોક્ષને) મેળવવા જેનું મન તલસી રહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org