________________
गुर्जरविवेचनसमन्वितः
१६३
પૂર્વે જોઈ હતી' “આ તે જ વસ્તુ છે જે મેં પૂર્વે જોઈ હતી એમ સ્મરણ – પ્રત્યભિજ્ઞાન આદિ થાય છે.
પણ દરેક વસ્તુ ક્ષણિક હોય તો બીજા પ્રમાતા વડે બીજા અર્થની અનુભૂતિ થાય અને બીજા પ્રમાતાને બીજા અર્થની ઉપલબ્ધિ થાય; એવું માનવું પડે અને તો સ્મરણાદિ શી રીતે ઘટે ?
(આશય એ કે, જે પ્રમાતાએ જે વસ્તુનો અનુભવ કર્યો હતો, તે પ્રમાતા અને તે વસ્તુ તો બીજી જ ક્ષણે નષ્ટ થઈ જાય છે અને હવે જે પ્રમાતાને જે અર્થ ઉપલબ્ધ થાય છે, તે પ્રમાતા અને અર્થ તો પૂર્વેક્ષણ કરતાં જુદા જ છે અને જુદા હોય તો “આ તો મેં પૂર્વે જોઈ હતી“આ તે જ વસ્તુ છે જે મેં પૂર્વે જોઈ હતી’ એવાં સ્મરણ-પ્રત્યભિજ્ઞાન આદિ શી રીતે ઘટે ?)
એટલે ક્ષણિકવાદમાં સ્મરણાદિ અસંગત જ છે.
નિષ્કર્ષ : આમ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવામાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાનાદિ કંઈ ન ઘટે અને તો ઐહિક સકળ લોકવ્યવહારનો અભાવ થાય, એમ સ્થિત થયું.
___ आमुष्मिकव्यवहारस्तु सुतरामसङ्गतः, कृतनाशाकृताभ्यागमप्रसङ्गात्; तथाहियः कुशले प्रवर्त्तते स तदैव सर्वथा विनश्यति, कुशलमपि च कर्मात्मलाभसमनन्तरमेव निरन्वयमपैति, अतः कृतनाशः, क्षणान्तरस्य चिरविनष्टात्कर्मणः पुनरायत्यां फलोदयाभ्युपगमे सत्यकृताभ्यागमः, इत्येतच्चासमञ्जसम् ।।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પારલૌકિક વ્યવહાર તો સુતરાં અસંગત છે; કેમ કે કૃતનાશ અને અકૃત-અભ્યાગમનો પ્રસંગ આવે છે. તે આમ - જે કુશળમાં પ્રવર્તે છે. તે ત્યારે જ સર્વથા નાશ પામે છે અને કુશળ કર્મ પણ ઉત્પત્તિ પછી તરત જ નિરન્વય નાશ પામે છે, એટલે કૃતનાશ અને ભવિષ્યમાં અન્ય વ્યક્તિક્ષણને ચિરનષ્ટ એવા કર્મથી ફળોદય માનવામાં અકૃત-અભ્યાગમ થાય. અને આ તો અસમંજસ છે.
* ક્ષણિકવાદમાં પારલૌકિકવ્યવહાર સુતરાં અસંગત છે વિવેચનઃ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો તો પારલૌકિક વ્યવહાર સુતરાં અસંગત થાય છે, કારણ કે તેમાં (૧) કૃતનાશ, અને (૨) અકૃત-અભ્યાગમ નામના બે દોષ આવે છે. તે આ પ્રમાણે –
(૧) જે વ્યક્તિ કુશળ-અનુષ્ઠાનમાં પ્રવર્તે છે, તે વ્યક્તિ તો નિરન્વય-વિનાશશીલ હોવાથી, ત્યારે જ સર્વથા નષ્ટ થઈ જાય છે અને તેણે જે પુણ્યરૂપ કુશળ કર્મનું ઉપાર્જન કર્યું છે, તે કર્મ પણ બીજી જ ક્ષણે નિરન્વય નષ્ટ થાય છે. (એટલે તે ભવિષ્યમાં કોઈ ફળ આપતું જ નથી.)
આમ કરેલું પુણ્યકર્મ, ફળ આપ્યા વિના જ નષ્ટ થઈ ગયું. એટલે તો કૃતનાશ (=કરેલા પુણ્યકર્મનો ફળ આપ્યા વિના જ નાશ) માનવાનો પ્રસંગ આવે.
(૨) હવે જો તે ચિરનષ્ટ કર્મનો, કર્તૃક્ષણથી અન્યક્ષણમાં ભવિષ્યકાળે ફળોદય માનો, તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org