________________
१६२
अनेकान्तवादप्रवेशः
વિવેચન : બૌદ્ધઃ વાસ્તવમાં પૂર્વાપરકાલીન નહીં, પણ સમાનકાલીન અર્થ-સંવેદનનો જ ગ્રાહ્ય-ગ્રાહકભાવ છે. તે આ પ્રમાણે –
(૧) પોતાના હેતુઓથી જ તે વિજ્ઞાન તેવા વિશિષ્ટ સ્વભાવે ઉત્પન્ન થયું કે જેથી તે પોતાના સમાનકાળભાવી અર્થનો “ગ્રાહક બને, અને (૨) અર્થ પણ પોતાના હેતુઓથી જ તેવા વિશિષ્ટ સ્વભાવે ઉત્પન્ન થયું કે જેથી તે પોતાના સમાનકાળભાવી જ્ઞાનથી “ગ્રાહ્ય બને.
(આમ સમાનકાલીન અર્થ-સંવેદનની ગ્રાહ્ય-ગ્રાહકતા સંગત જ છે, તો પછી ક્ષણિકમતે ગ્રાહ્યગ્રાહકભાવની અસંગતિ શી રીતે ?) એટલે યથોક્ત દોષ અનુપપન્ન છે.
સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે સમાનકાલીન જ્ઞાન-અર્થ વચ્ચે તાદામ્ય કે તદુત્પત્તિ એકે સંબંધ ઘટતો નથી. તે આ પ્રમાણે – (૧) તેઓ બંને એકકાળે રહેનાર હોવાથી, ગોવિષાણકયની જેમ પરસ્પર તેઓ ઉપકાર્ય-ઉપકારકભાવથી રહિત છે અને તો તે બેનો તદુત્પત્તિ સંબંધ શી રીતે ઘટે ? અને (૨) અર્થ જડરૂપ અને સંવેદન ચેતનરૂપ-એમ બંને વિલક્ષણ હોવાથી, તે બેનું તાદાભ્ય તો સુતરો ન ઘટે અને તો સંબંધ વિના તે બેનો ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ શી રીતે ઘટે ?
(વાસ્તવમાં તો તમે ભૂલથી જ આવું બોલી ગયા છો કે, સમાનકાલીન અર્થ-જ્ઞાનનો ગ્રાહ્યગ્રાહકભાવ છે, બાકી હકીકતમાં તમારો આવો મત છે જ નહીં. તમે તો પૂર્વેક્ષણે વિષયની અને ઉત્તરક્ષણે જ્ઞાનની ઉત્પત્તિ માનો છો, એટલે તમે તો ગ્રાહ્ય-ગ્રાહકરૂપ અર્થ-જ્ઞાનને પૂર્વાપરકાલીન માનો છો, સમાનકાલીન નહીં.)
હવે આ પ્રસંગથી સર્યું. આ વિશે અમારા સંપ્રદાયગત સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ વિદ્વાનોએ વિસ્તાર કર્યો છે જ.
स्मरणाद्यसम्भवस्तु प्रतिक्षणनिरन्वयेन नश्वरत्वे सति वस्तुनः सुभाव्य एव । नह्यन्येनान्यस्मिन्ननुभूतेऽन्यस्यान्योपलब्धौ स्मरणप्रत्यभिज्ञादयो युज्यत इति । एवम्, ऐहिकसकललोकसंव्यवहाराभावः, इति स्थितम् ।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થઃ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવામાં સ્મરણાદિનો અસંભવ તો સુખેથી સમજી શકાય એમ છે. અન્ય વડે અન્ય અનુભવાય અને અન્યને અન્યની ઉપલબ્ધિ થાય, તો સ્મરણ-પ્રત્યભિજ્ઞા આદિ સંગત થાય નહીં, આમ ઐહિક સકળ લોકવ્યવહારનો અભાવ છે, એમ સ્થિત થયું.
વિવેચનઃ જો વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો સ્મરણ-પ્રત્યભિજ્ઞાનાદિ ન જ ઘટે, એ વાત તો સુગમ્ય જ છે, તે આ પ્રમાણે –
જે પ્રમાતાએ જે વસ્તુ જોઈ હોય, તે પ્રમાતાને તે વસ્તુની ઉપલબ્ધિ થાય ત્યારે “આ તો મેં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org