________________
गुर्जरविवेचनसमन्वितः
१६१
-: પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : બૌદ્ધ : વિશિષ્ટ જ્ઞાન જ તેની વ્યવસ્થા કરનારું માનીએ તો ? સ્યાદ્વાદી : ના, કારણ કે કારણવિજ્ઞાનરૂપ બોધના અન્વય વિના કાર્યવિજ્ઞાનની વિશિષ્ટતા ન થઈ શકે; કેમ કે તેમાં અતિપ્રસંગ આવે, તેની જેમ બીજાની પણ વિશિષ્ટતા થવાની આપત્તિ આવે.
વિવેચન : બૌદ્ધ ઃ વર્તમાનકાલીન વિજ્ઞાન જ તેવું વિશિષ્ટ માની લઈએ, કે જેથી તે જ અનંતરઅતીત વિષયાકારની વ્યવસ્થા કરી દે. (પછી તો તેનો અવગમ થઈ જશે ને ?)
સ્યાદ્વાદી : પણ વાસ્તવમાં કારણવિજ્ઞાનરૂપ બોધના અન્વય વિના, કાર્યવિજ્ઞાન વિશિષ્ટ જ ન બને, નહીંતર તો તેનાથી બીજા વિજ્ઞાનો પણ વિશિષ્ટ માનવાનો પ્રસંગ આવે.
ન
તાત્પર્ય એ કે, કાર્યવિજ્ઞાનની વિશિષ્ટતા માનવા, કારણવિજ્ઞાનનો તેમાં અન્વય-અનુગમ માનવો પડે (નહીંતર તો બીજા જ્ઞાનોની જેમ તેમાં પણ વિશિષ્ટતા ન આવે અથવા તો તેની જેમ બીજા જ્ઞાનોમાં પણ વિશિષ્ટતા આવે.) હવે તમારા મતે તો કારણવિજ્ઞાન સર્વથા ક્ષણિક છે અને તો તે નિરન્વય નષ્ટ થઈ જાય છે અને તેના પછી જ કાર્યવિજ્ઞાન ઉત્પન્ન થાય છે, તો તે કાર્યવિજ્ઞાનમાં વિશિષ્ટતા કોના થકી આવે ?
અને વિશિષ્ટતા ન આવે, તો તે વિશિષ્ટ બનીને અતીત વિષયાકારનું અનુમાન પણ શી રીતે કરે ? (એટલે તમારા મતે, અતીત-વિષયાકારનો અવગમ કથપિ સંગત નથી.)
સાર ઃ આમ, અતીત-વિષયાકારનો અવગમ સંગત નથી અને તેથી તે અર્થ, પોતાના આકારનું જ્ઞાનમાં અર્પણ કરે છે – એવું પણ નિશ્ચિત ન થાય. એટલે અર્થની આકાર-અર્પણતા અનિશ્ચિત જ રહે.
(હવે બૌદ્ધ, ક્ષણિકમતે ગ્રાહ્ય-ગ્રાહકભાવ સંગત કરવા, એક નૂતન વક્તવ્ય રજૂ કરે છે. તેનું પણ ગ્રંથકારશ્રી નિરાકરણ કરશે.)
*
स्यादेतत्-समानकालयोरेव ग्राह्यग्राहकभावः; तथाहि - स्वहेतुभ्य एव तद्विज्ञानं विशिष्टसमानकालभाविभावग्राहकस्वभावम्, भावोऽपि तद्ग्राह्यस्वभाव एवोत्पद्यते; इति यथोक्तदोषानुपपत्तिः । न, तयोस्तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेः प्रतिबन्धाभावात् । इत्यलं प्रसङ्गेन, विजृम्भितमेवाऽत्रास्मत्स्वयूथ्यैः; इति ॥
-- પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : બૌદ્ધ : સમાનકાળભાવી વસ્તુઓનો જ ગ્રાહ્ય-ગ્રાહકભાવ છે. તે આમ - પોતાના હેતુથી જ તે વિજ્ઞાન, વિશિષ્ટ સમાનકાળભાવી ભાવને ગ્રહણ કરવાના સ્વભાવવાળું છે અને ભાવ પણ તેનાથી ગ્રાહ્યસ્વભાવવાળો જ ઉત્પન્ન થાય છે. એટલે યથોક્ત દોષની અનુપપત્તિ છે.
સ્યાદ્વાદી : ના, તે બેનો તાદાત્મ્ય અને તદુત્પત્તિ અનુપપન્ન હોવાથી, તેના પ્રતિબંધનો અભાવ છે. હવે આ પ્રસંગથી સર્યું, આ વિશે અમારા સ્વયૂથ્યોએ (પૂર્વાચાર્યોએ) વિસ્તાર કર્યો છે જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org