________________
१६०
अनेकान्तवादप्रवेशः
–– આકારનું ગ્રહણ કર્યું હોય, તો જાણી શકાય કે – આ સંવેદન તેના આકારવાળું છે. પણ ગ્રહણ વિના તેવું શી રીતે જણાય ?)
હવે બૌદ્ધ, અનંતર-અતીત વિષયાકારનો અવગમ સંગત કરવા, પોતાનું મંતવ્ય રજુ કરે છે –
બૌદ્ધ : સંવેદનમાં જે આકાર છે, તે તો સ્વસંવેદનસિદ્ધ છે, સ્પષ્ટપણે અનુભવાય છે. બસ તો આવો આકાર જ અનંતર-અતીત વિષયનો છે. અર્થાત્ અનુભવાતા એવા સંવેદનગત આકારના આધારે, અનંતર-અતીત વિષયાકારનો અવગમ કેમ ન થાય ?
આ જ વાતને ભાવનાપૂર્વક જણાવે છે –
(તથહિં-) જે વિજ્ઞાન જેના આકારવાળું ન હોય, તે વિજ્ઞાન તેને ગ્રહણ કરે નહીં. જેમ કે પીતાકાર વિજ્ઞાન, નીલાકારવાળું ન હોવાથી તે નીલનું ગ્રહણ ન કરે.
હવે પ્રસ્તુત સંવેદન તો, અનંતર-અતીત વિષયને ગ્રહણ કરનારું છે અને તો તેમાં તે વિષયનો આકાર પણ માનવો જ રહ્યો. (અન્યથા તે તે વિષયનું ગ્રહણ કેમ કરે ?)
આમ અનંતર-અતીત વિષયાકારનો અવગમ થાય છે જ ને ? તેની અનુપપત્તિ ક્યાં રહી?
સ્યાદ્વાદી : તમારી આ વાત પણ અયુક્ત છે, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવી છે. જુઓ- તમે અનંતર-અતીત વિષયાકારનો અવગમ કહો છો, પણ તે અવગમ કયો? (૧) પ્રત્યક્ષ-અવગમ, કે (૨) અનુમાન-અવગમ?
(૧) અનંતર-અતીત વિષયાકારનો પ્રત્યક્ષ-અવગમ તો ન માની શકાય, કારણ કે તે તો અનુમીયમાન છે, અર્થાત્ અનુમાનનો વિષય છે. (અને અનુમાનનો વિષય અનુમાનથી જ જણાય, પ્રત્યક્ષથી નહીં.)
(૨) અને તે અનંતર-અતીત વિષયાકાર, અનુમાનનો વિષય પણ ન બને, કારણ કે અતીતવિષયાકારનું અનુમાન કોઈ લિંગના આધારે થાય અને તે માટે લિંગ-લિંગીનું અવિનાભાવગ્રહણ આવશ્યક છે.
પણ બે ક્ષણ રહેનારું તેવું કોઈ વિજ્ઞાન જ નથી કે જે વર્તમાનકાલીન લિંગ અને અનંતરઅતીત વિષયાકાર; તે બંનેના અવિનાભાવની વ્યવસ્થા કરતું હોય... જો આવું (=પૂર્વાપરક્ષણગત લિંગ-લિંગીના અવિનાભાવનું ગ્રહણ કરનારું) બે ક્ષણ રહેનારું વિજ્ઞાન માનો, તો તેની ક્ષણિકતાનો જ વિરોધ થાય (અર્થાત્ ક્ષણિકમતનો જ વિલોપ થાય.)
અને તો અવિનાભાવને ગ્રહણ કરનારું કોઈ જ્ઞાન ન રહેવાથી, તેવું કોઈ અવિનાભાવી લિંગ નહીં પકડાય કે જેના આધારે અતીત-વિષયાકારનું અનુમાન થાય.
___ तदेव विशिष्टं तद्व्यवस्थाकारि, इति चेत् ? न, कारणविज्ञानबोधान्वयव्यतिरेकेण कार्यविज्ञानस्य वैशिष्ट्यायोगाद्, अतिप्रसङ्गात्, तद्वदपरस्यापि वैशिष्ट्यापत्तेः ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org