________________
१६६
अनेकान्तवादप्रवेशः
(૧) ઇહલૌકિક વ્યવહારસંગતિ :
(ક) ગ્રાહ્ય-ગ્રાહકભાવ : વિશિષ્ટ (=તરત જ પોતાના કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ) એવી રૂપાદિસામગ્રીને આશ્રયીને વિશિષ્ટ સંવેદન ઉત્પન્ન થાય છે અને તેથી તે વિશિષ્ટ સંવેદન જ, તે રૂપાદિનો ગ્રાહક બને, બીજું સંવેદન નહીં કારણ કે બીજું સંવેદન, તે રૂપાદિથી ઉત્પન્ન થયું નથી.)
તેનાથી ઉત્પન્ન ન થવા છતાં પણ, બીજા સંવેદનને તેનું ગ્રાહક માનો, તો અતિપ્રસંગ એ આવે કે, નીલથી અજન્ય પીતજ્ઞાન પણ નીલનું ગ્રાહક માનવું પડે !
(એટલે રૂપાદિજ્ઞાન જ રૂપાદિનું ગ્રાહક હોઈ ક્ષણિકમતે પણ પ્રતિનિયત ગ્રાહ્ય-ગ્રાહકભાવ સંગત જ છે.)
(ખ) સ્મરણ, (ગ) પ્રત્યભિજ્ઞાન : જ્ઞાનના વાસનારૂપ સંસ્કારના કારણે સ્મરણાદિ પણ અવિરોધપણે ઘટી જશે ભાવ એ કે, વસ્તુનો અનુભવ થયા પછી, તે અનુભવનો વાસનારૂપ સંસ્કાર, તેની જ્ઞાનપરંપરામાં આવે (અર્થાત્ પૂર્વ-પૂર્વના જ્ઞાનો ઉત્તરોત્તરના જ્ઞાનોને સંસ્કારિત કરે) અને તેથી જ તેને ભાવિમાં તત્સદશ વસ્તુ જોવાથી સ્મરણ-પ્રત્યભિજ્ઞાન થાય છે.
આમ ક્ષણિકમતે વિશિષ્ટ કાર્ય-કારણભાવને લઈને ઈહલોકસંબંધી સર્વવ્યવહાર સંગત જ છે. (૨) હવે પારલૌકિક વ્યવહારની સંગતિ જોઈએ –
कृतनाशाकृताभ्यागमप्रसङ्गोऽप्यत्रानवकाश एव, क्षणभेदेऽप्युपादानोपादेयभावेनैकस्यामेव सन्ततावाहितसामर्थ्यस्य कर्मणः फलदानात्, अतो य एव सन्तानः कर्ता, स एव भोक्ता, इति; तथाहि-यः कुशले प्रवर्त्तते, स यद्यपि तदैव सर्वथा विनश्यति, तथापि निरुद्ध्यमानः स्वानुरूपकार्योत्पादनसमर्थं सामर्थ्य विज्ञानसन्ततौ आधाय निरुध्यते; यतः सामर्थ्यविशेषादुत्तरोत्तरक्षणपरिणामेन कालान्तरपरिणामसञ्जातवासनापरिपाकात् सहकारिप्रत्ययसमवधानोपनीतप्रबोधात् फलमिष्टमनिष्टं चोपजायते; अतो न यथोक्तदोषः ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ = કૃતનાશ અને અકૃત-અભ્યાગમનો પ્રસંગ પણ અહીં અનવકાશ જ છે. કેમ કે ક્ષણક્ષેદ હોવામાં પણ ઉપાદાન-ઉપાદેયભાવે એક જ સંતતિમાં આહિત સામર્થ્યવાળા કર્મના ફળનું દાન થાય છે. એટલે જે સંતાન કર્તા છે, તે જ સંતાન ભોક્તા થાય. તે આ પ્રમાણે – જે કુશળમાં પ્રવર્તે છે, તે જો કે સર્વથા ત્યારે જ નાશ પામે છે, તો પણ નાશ પામતો તે પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા સામર્થ્યનું વિજ્ઞાનસંતતિમાં આધાર કરીને વિનાશ પામે છે. અને તે સામર્થ્યવિશેષથી ઉત્તરોત્તર ક્ષણપરિણામ દ્વારા કાળાંતરે થયેલા પરિણામથી ઉત્પન્ન થયેલી વાસનાના પરિપાકથી અને સહકારી કારણોના સંનિધાનથી ઉત્પન્ન
થયેલા પ્રબોધથી ઇષ્ટ-અનિષ્ટ ફળ ઉત્પન્ન થાય છે, એટલે યથોક્ત દોષ નથી. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org