________________
गुर्जरविवेचनसमन्वितः
१५५
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને વસ્તુનું વિરોધી ધર્મથી અધ્યાસિત સ્વરૂપ ન હોવામાં જ, એકાંતવાદમતે જ મુક્તિના અભાવનો પ્રસંગ આવે તે આમ - જો તે એકાંતે અનાત્મકાદિ ધર્મયુક્ત આત્મા, અંગના, ભવન, મણિ, કનક, ધન, ધાન્યાદિને જ ભાવનાનું આલંબન મનાય, તો સર્વથા તેઓ અનાત્મક થતાં, ભાવક-ભાવ્ય કોઈ ન રહેવાથી, તેના પરિજ્ઞાન પછી ભાવના જ ન થાય અને તો કોનાથી અથવા કોને મોહાદિની હાનિ થાય? એ કહો..
વિવેચનઃ વળી, જો વસ્તુ અનેકાંત-આત્મક ન હોય, તો એકાંતવાદિમતે જ મોક્ષના અભાવનો પ્રસંગ આવશે, તે આ પ્રમાણે –
જો તે આત્મા, સ્ત્રી, ભવન, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે દરેક વસ્તુઓ સર્વથા અનાત્મકતા આદિ ધર્મયુક્ત જ હોય અને તેને ભાવનાનું આલંબન બનાવતા હો, તો તો વસ્તુ સર્વથા અનાત્મક હોવાથી કોઈ ભાવ્ય-ભાવક જ નહીં રહે !
સાત્મક એટલે સસ્વરૂપી; પોતાના સ્વરૂપે વસ્તુનું અસ્તિત્વ અને એકાંતે અનાત્મક એટલે નિઃ સ્વરૂપી; પોતાના સ્વરૂપે પણ વસ્તુનું ન હોવું. હવે જો દરેક વસ્તુઓ એકાંતે અનાત્મક હોય, તો ખરેખર તો તે વસ્તુ જ નથી અને તો ભાવ્ય-ભાવક(ભાવ્ય= ભાવનાનો વિષય, અને ભાવક=ભાવના કરનાર વ્યક્તિ) પણ વસ્તુરૂપ નહીં રહે, અર્થાત્ ભાવનાની વિષયભૂત વસ્તુ અને ભાવના કરનાર વ્યક્તિ; તે બેનું પણ અસ્તિત્વ નહીં રહે!
અને તો વસ્તુનું અનાત્મકાદિરૂપે જ્ઞાન થયા પછી, ભાવ્ય-ભાવક કોઈ ન રહેવાથી,વૈરાગ્યની ભાવનાઓ પણ નહીં થાય જ્યારે ભાવનાની વિષયભૂત વસ્તુ અને ભાવના કરનાર વ્યક્તિ જ નથી, ત્યારે ભાવના કેવી રીતે થાય ?)
અને જો ભાવના નહીં થાય, તો કોના થકી અથવા કોના રાગાદિ દોષોની હાનિ થશે ? એ તમે જ કહો. (એટલે ખરેખર તો એકાંતવાદમતે જ મોક્ષનો અભાવ થાય છે.)
स्यादेतत्-परपरिकल्पिताऽविचलितैकस्वभावात्मापेक्षया तदनात्मकमभ्युपगम्यते, न पुनः प्रतिक्षणनश्वरात्मापेक्षया, इति ।।
एतदप्यसारम्, विकल्पानुपपत्तेः; तथाहि- तत्कथंचित्प्रतिक्षणनश्वरं स्यात् ? सर्वथा वा ?। यदि कथंचित्, अर्हन्मतानुवाद एव, तथा चोक्तमहन्मतानुसारिभिः -
सर्वव्यक्तिषु नियतं क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात् ।।१।।' इति ।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : બૌદ્ધ : પરપરિકલ્પિત અવિચલ-એક સ્વભાવરૂપ સ્વરૂપની અપેક્ષાએ જ તે અનાત્મક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org