________________
१५६
अनेकान्तवादप्रवेशः
મનાય છે, પ્રતિક્ષણ નશ્વર સ્વરૂપની અપેક્ષાએ નહીં. સ્યાદ્વાદી : આ પણ અસાર છે; કેમ કે વિકલ્પો અનુપપન્ન છે. તે આમ - તે કથંચિત્ પ્રતિક્ષણનશ્વર હોય કે સર્વથા? જો કથંચિત, તો આહંતમતનો અનુવાદ જ થયો. આહતમતને અનુસરનારાઓએ કહ્યું છે કે-બધી વ્યક્તિઓમાં પ્રતિક્ષણ ભિન્નપણું નિયત છે અને તેમાં વિશેષ નથી, અર્થાત્ અભેદ પણ છે. કારણ કે ચય-ઉપચય થવા છતાં પણ આકૃતિ અને જાતિનું વ્યવસ્થાન છે.
છ અનાત્મક માનવાનું તાત્પર્ય અને નિરાસ છે વિવેચન : બૌદ્ધ : બીજાઓએ કલ્પેલું જે અવિચલિત-નિત્ય એકસ્વભાવરૂપ સ્વરૂપ છે, તે વસ્તુમાં નથી, એટલે તેની અપેક્ષાએ વસ્તુ અનાત્મક-અસ્વરૂપી કહેવાય છે. એ જ અમારું અનાત્મક માનવાનું તાત્પર્ય છે.
બાકી પ્રતિક્ષણ નશ્વરસ્વભાવ તો વસ્તુમાં છે જ, એટલે તેની અપેક્ષાએ વસ્તુ અનાત્મક ન કહેવાય (અર્થાત્ નશ્વરસ્વભાવની અપેક્ષાએ તો વસ્તુનું સ્વરૂપ નિયત જ છે.) એટલે કોઈ દોષ નથી.
| સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ અસાર જણાઈ આવે છે, કારણ કે અહીં પણ વિકલ્પોની સંગતિ થતી નથી તે આ પ્રમાણે –
છે એકાંતક્ષણિકવાદનો વિકલાશઃ નિરાસ છે. તમે કહો છો કે ઘટાદિ, દરેક વસ્તુઓ પ્રતિક્ષણ વિનાશશીલ છે. તો અહીં અમારા પ્રશ્નવિકલ્પો એ કે, તે કઈ રીતે નશ્વર છે? (૧) કથંચિત, કે (૨) સર્વથા?
(૧) જો કથંચિત્ (અર્થાત્ કોઈક પર્યાયની અપેક્ષાએ) તે નાશ પામે – એવું કહો, તો તો અરિહંતના મતનો જ અનુવાદ થયો કહેવાય, કારણ કે આતિમતે દરેક વસ્તુઓ પર્યાયની અપેક્ષાએ કથંચિત્ નશ્વર જ છે.
અરિહંતમતને અનુસરનારાઓએ કહ્યું છે કે –
“બધી વ્યક્તિઓમાં પ્રતિક્ષણ ભિન્નપણું નિયત છે અને તેમાં વિશેષ નથી, અભેદ પણ છે, કારણ કે ચય-ઉપચય થવા છતાં પણ આકૃતિ અને જાતિનું વ્યવસ્થાન છે.”
આનો પરમાર્થ એ કે, જુદી જુદી ક્ષણના સંબંધથી દરેક વસ્તુઓ પ્રતિક્ષણ બદલાય છે અને તેથી જ તેઓનું પ્રતિક્ષણ ભિન્નપણું નિયત છે. પણ તેઓમાં પ્રતિક્ષણ વિશેષ (તફાવત) દેખાતો નથી, તેનું કારણ એ કે, તે વસ્તુઓ સર્વથા નષ્ટ થતી નથી પણ કથંચિત્ (=કોઈક અપેક્ષાએ) સદાદિરૂપ જ રહે છે... અર્થાત્ જુદા જુદા પર્યાયો ઘટાદિમાં ચય-ઉપચય (વધ-ઘટ) થયા કરે છે, પણ તેઓનું સંસ્થાન અને સત્ત્વાદિ જાતિ તદવસ્થ રહી હોવાથી, તેઓમાં પ્રતિક્ષણ વિશેષ દેખાતો નથી. (બાકી પર્યાયની અપેક્ષાએ તો તેઓની પ્રતિક્ષણ નશ્વરતા છે જ.)
અને તે જ નશ્વરતાને તમે માની, એટલે તો તમે આહતમતનો જ અનુવાદ કર્યો કહેવાય. (તેથી, પ્રથમ વિકલ્પ તો તમે ન માની શકો.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org