________________
गुर्जरविवेचनसमन्वितः
१५३
તથા, કેટલાકને પ્રસંગને અનુસારે જ ક્ષયોપશમ પ્રગટ થઈ જાય છે અને તેથી સંકેત વિના જ શબ્દથી અર્થની પ્રતિપત્તિ (મિઠાઈમાં સાકર ઓછી હોય તે અનુભવ્યું હોય અને કોઈ કહે ખાંડ ઓછી છે તો ખાંડનો અર્થ સંકેત વિના પણ સમજાઈ જાય છે, તો તે વખતની પ્રતિપત્તિ; સંકેત વિના પણ) થઈ જતી દેખાય છે.
તો અહીં સંકેત વિના પણ શબ્દથી અર્થનો બોધ થવામાં કારણ શું? કારણ એ જ કે, શબ્દઅર્થનો કથંચિત્ વાસ્તવિક સંબંધ રહ્યો છે અને તેથી તો વસ્તુ અભિલાપ્ય (શબ્દવાચ્ય) પણ બને જ.
હવે આ પ્રસંગથી સર્યું.
નિષ્કર્ષ : એટલે ઘટાદિ દરેક વસ્તુઓ, અભિલાપ્યધર્મોની અપેક્ષાએ અભિલાપ્ય અને અનભિલાપ્યધર્મોની અપેક્ષાએ અનભિલાખ- એમ ઉભયરૂપ માનવી જ રહી, એવું ઉપરોક્ત ચર્ચાથી ફલિત થયું.
|| આ પ્રમાણે અભિલાપ્યાનભિલાપ્ય અનેકાંતવાદરૂપ ચતુર્થ અધિકાર પૂર્ણ થયો છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org