________________
१५२
अनेकान्तवादप्रवेशः
કરાયા પૂર્વે સંભળાતા વક્નશબ્દોનો તો કદી કોઈએ સંકેત કર્યો જ નથી, તો તે શબ્દોથી, બાળકને આનો બોધ શી રીતે થાય ?
પૂર્વપક્ષ ઃ તે આદિશબ્દથી (જન્મ પછી પહેલીવાર સંભળાતા શબ્દથી) સંકેત વિના પણ અર્થબોધ માની લઈએ તો ?
સ્યાદ્વાદી? તો તો અમારા મતનું જ શરણ થશે, કારણ કે અમે પણ એ જ કહીએ છીએ કે કેટલાક શબ્દથી, સંકેત વિના પણ સીધો ક્ષયોપશમથી જ અર્થબોધ થઈ જાય છે.
એટલે તો શબ્દ-અર્થનો વાસ્તવિક સંબંધ જ સિદ્ધ થયો. (ભાવ એ કે, સંકેત વિના પણ શબ્દ વસ્તુવાચક હોવાથી, શબ્દ-અર્થનો વાસ્તવિક સંબંધ માનવો જ રહ્યો અને તો વસ્તુને અભિલાપ્ય પણ માનવી જ રહી.).
પૂર્વપક્ષ: પણ બાળક કે અન્ય કોઈપણ વ્યક્તિને પહેલીવાર તો શબ્દનું શ્રવણ સિદ્ધ જ નથી. કારણ કે સંસાર તો અનાદિ હોવાથી દરેક જીવને દરેક શબ્દનું શ્રવણ અનેકવાર થઈ જ ગયું છે (આશય એ કે, સંસાર અનાદિ હોવાથી પૂર્વે સંકેત થયો જ હોય.)
એટલે બાળક જે આ જન્મની અપેક્ષાએ પહેલીવાર “આ ઘડો કહેવાય એવા શબ્દો સાંભળે છે, તે શબ્દો પણ પૂર્વે અનેકવાર શ્રત હોવાથી સંકેતિત જ છે અને સંકેતિત હોવાથી જ, બાળકને તે શબ્દથી અર્થપ્રતીતિ થાય છે.
સ્યાદ્વાદીઃ અરે ! તો તો શબ્દ-અર્ચના વાસ્તવિક સંબંધની સુતરાં સિદ્ધિ થશે, કારણ કે તમારા કહેવા પ્રમાણે તો અનાદિ સંસારમાં ‘યં પટઃ' એવા શબ્દોનું, સામે રહેલ ઘટાદિ પદાર્થના વાચકરૂપે શ્રવણ થાય છે અને આવા શબ્દશ્રવણથી જ, તેને તે ઘટશબ્દથી ઘટરૂપ વાચ્યાર્થનો બોધ થાય છે.
બાકી જો અનાદિસંસારમાં યમ્ આદિ શબ્દોનું અર્થવાચકરૂપે શ્રવણ ન માનો, તો બાળકાદિને ઘટાદિ શબ્દથી ઘટાદિ અર્થનો બોધ થઈ શકે નહીં. કારણ કે જ્યાં તેવો વિશ્રામ માનો, તે પહેલા તો અર્થવાચકરૂપે શબ્દનું શ્રવણ થયું જ નથી. એટલે તેના માટે તો તે શબ્દ અસંકેતિત થતાં, તેને તે શબ્દથી અર્થપ્રતીતિ થઈ જ ન શકે.)
સાર એટલે (૧) શબ્દ વાચક અને (૨) અર્થ વાચ્ય- એમ શબ્દ-અર્થનો વાચ્ય-વાચક સંબંધ અનાદિકાલીન જ માનવો રહ્યો.
વળી, તમે જે સંકેતની પ્રક્રિયા કહો છો કે – “શબ્દ તે વિકલ્પથી ઉત્પન્ન થાય અને વિકલ્પનો જનક હોય છે એટલે શબ્દથી વક્નવિકલ્પની સમાન શ્રોતૃવિકલ્પ થવો; એ જ સંકેત છે' – તે બધા કથનનો નિરાસ અને પૂર્વે કરી જ દીધો હોવાથી “સંકેત તત્ત્વનો નિષેધ થઈ જાય છે (વિકલ્પમાં સંકેતનું ખંડન કર્યું, અર્થમાં તો સંકેત બૌદ્ધ માનતો નથી. એટલે સંકેતનું જ ખંડન થયું અને તો સંકેતના કારણે જ વાચ્ય-વાચકનો નિર્ણય - એવા એકાંતનો પણ નિષેધ થઈ ગયો.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org