________________
गुर्जरविवेचनसमन्वितः
१५१
માતા વગેરે, તે બાળકને ‘આ ઘડો કહેવાય, આ કપડો કહેવાય એમ એકેક પદાર્થને લઈને સંકેત નથી કરતી; પણ બાળક પોતે જ તેવા શબ્દો સાંભળી અને તેવો વ્યવહાર દેખી શબ્દાર્થનો નિર્ણય કરી લે છે. આમ જ્યારે ઘટશબ્દનો પણ સંકેત નથી કરાતો, ત્યારે ‘મય' જેવા અતિપ્રસિદ્ધ શબ્દના સંકેતની તો વાત જ શું છે? (તમાં તો સુતરાં સંકેત અનાવશ્યક છે.)
આવું થવાથી બાળકને, કાળાંતરે સંકેત વિના પણ ઘટ શબ્દથી ઘટની પ્રતીતિ થાય છે જ તો તમે ઘટશબ્દનો પણ સંકેત કેમ કહો છો ?)
(પૂર્વપક્ષનો ભાવ એ છે કે, ઘટમાં સંકેત કરવા ‘યં યઃ' એવા શબ્દો પ્રયોજાય ત્યારે ‘ય’નો સંકેત કરેલો હોવો જરૂરી નથી, કારણ કે વારંવાર મયં મયં એવા પ્રયોગો અને તજ્જન્ય વ્યવહારને જોઈને તેને મયંના અર્થનો બોધ થઈ જાય છે. માતા પણ અયં ધટ: એવો જ સંકેત કરે છે. “ એટલે આ એવો સંકેત કદી કરતી નથી, છતાં બાળકને તેની પ્રતિપત્તિ તો થાય જ છે.)
अत्रोच्यते, दृश्यते खल्वियं प्रतिपत्तिः, किन्तु भवत्पक्षे न युज्यते, असकृद्दर्शनपक्षेऽपि तत्प्रथमतया शब्दात् प्रतिपत्त्यभावाद्, भावे च कथंचिद्वास्तवसम्बन्धसिद्धेः, अनादिसंसारपक्षेऽपि कथंचिद्वास्तवशब्दार्थसम्बन्धसिद्धः, 'शब्दो हि विकल्पजन्मा' इत्यादिनिराकरणेन च सङ्केतस्य निषिद्धत्वात्, तथा प्रकरणादभिव्यक्तक्षयोपशमानां केषांचित्सङ्केतमन्तरेणैव शब्दार्थप्रतिपत्तिदर्शनाद् । अलं प्रसङ्गेन। इति अभिलाप्यानभिलाप्योभयरूपैकवस्तुवादः समाप्तः ।।४।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ: ઉત્તરપક્ષ: આવો બોધ દેખાય છે, પણ તમારા મતે ઘટતો નથી; કેમ કે અનેકવાર દર્શન થવા છતાં, પ્રથમવારમાં જ શબ્દથી અર્થની પ્રતિપત્તિ થઈ જતી નથી, જો થાય તો કથંચિત્ વાસ્તવિક સંબંધ જ સિદ્ધ થાય અને અનાદિસંસારપક્ષે પણ શબ્દ-અર્થનો કથંચિ વાસ્તવિક સંબંધ સિદ્ધ થાય .. અને વળી શબ્દ વિકલ્પથી ઉત્પન્ન થાય.. એ બધાનું નિરાકરણ કરી સંકેતનો નિષેધ કર્યો છે અને પ્રકરણથી અભિવ્યક્ત થયો છે ક્ષયોપશમ જેમનો તેવા કેટલાકને સંકેત વિના જ શબ્દાર્થની પ્રતિપત્તિ દેખાય છે. હવે આ પ્રસંગથી સર્યું. આમ અભિલાપ્ય-અનભિલાપ્ય ઉભયરૂપ એકવસ્તુનો વાદ સમાપ્ત થયો
વિવેચનઃ ઉત્તરપક્ષ તમારી વાત એકદમ સાચી છે, સંકેત વિના પણ કર્યા વગેરેના શબ્દાર્થનું જ્ઞાન થાય છે જ... પણ તેવો બોધ તમારા મતે ઘટતો નથી, કારણ કે વક્તા ભલે અનેકવાર “આ લાવ' એવા શબ્દપ્રયોગો કરે, પણ બાળકના જન્મ પછી) વક્તા વડે પહેલીવાર ઉચ્ચારાતા શબ્દોથી, બાળકને ‘આ’નો બોધ થઈ શકે નહીં.
તેનું કારણ એ કે, તમે સંકેતિત શબ્દોથી જ અર્થપ્રતિપત્તિ માનો છો. હવે જન્મ પછી સંકેત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org