________________
१५०
अनेकान्तवादप्रवेशः
જો જણાતો હોય, તો સંકેત વિના અર્થ જણાય તેવું નક્કી થયું અને તો પછી (ષિાદ્રિ શબ્દોની જેમ) “ઘટીનો સંકેત પણ જરૂરી નથી. (જો બધાનો સંકેત જરૂરી હોય, તો વ્યવહારનો નાશ થાય, એક પણ સંકેત કરી નહીં શકાય.)
હવે જો પ ૩mતે એ બધાનો પણ સંકેત કરશો, તો તેના સંકેત માટે વપરાતા બીજા શબ્દોનો પણ સંકેત કરવો પડશે અને પાછા એ શબ્દોના સંકેત માટે વપરાતા શબ્દોનો પણ સંકેત કરવો પડશે... આ રીતે તો અનવસ્થા થશે !
હવે જો ક્યાંક અવસ્થાન માનશો, ધારો કે દશમાં સંકેતકવાક્યગત શબ્દોનો સંકેત ન માની, તેના શબ્દાર્થનો સ્વતઃ જ (=સંકેત વિના જ) બોધ માનશો, તો યદ્યપિ અનવસ્થા નહીં આવે, પણ તેવું માનવામાં તો) અમારા મતનો જ અનુવાદ થશે ! કારણ કે તેની જેમ તો બીજે પણ, સંકેત વિના ક્ષયોપશમથી જ અર્થાકાર સંવેદન થઈ જ શકે છે.
તાત્પર્ય એ કે, અવસ્થાન માનવા સંકેત વિના પણ શબ્દથી અર્થનો બોધ માનવો પડે અને તે રીતે શબ્દથી અર્થનો બોધ, શબ્દ-અર્થના વાસ્તવિક સંબંધ વિના ન જ થઈ શકે.
એટલે શબ્દ-અર્થનો કથંચિત્ સંબંધ માનવો જ રહ્યો (એટલે જ તો શબ્દથી અર્થનો સંકેત વિના પણ ક્ષયોપશમથી જ સીધો બોધ થઈ જાય છે.) અને કથંચિત્ સંબંધ હોવામાં વસ્તુની અભિલાષ્યરૂપતા પણ નિબંધ સિદ્ધ થાય છે.
स्यादेतद्, अर्भकोऽप्यसकृद् ‘अयम्' इत्यादिशब्दं सङ्केत्यार्थसन्निधावुच्चार्यमाणमाकर्ण्य व्यवहर्तृश्च तथा व्यवहारे प्रवर्त्तमानान् दृष्ट्वा प्रतिपद्यते शब्दार्थम्, इति; तथाहि-न मात्रादिभिरपि कस्यचित्सङ्केतः क्रियते, इति; दृश्यते च तत्प्रतिपत्तिः, इति ।
—- પ્રવેશરશ્મિ – | ભાવાર્થ : પૂર્વપક્ષ ઃ બાળક પણ સંકેત કરવા યોગ્ય અર્થની સંનિધિમાં વારંવાર ઉચ્ચારાતા અર્થ ઘટ:'ઈત્યાદિ શબ્દને સાંભળીને અને તે પ્રમાણે વ્યવહારમાં પ્રવર્તતા વ્યવહારુઓને જોઈને શબ્દાર્થને સ્વીકારી લે છે. તે આમ - માતા આદિ વડે કોઈનો સંકેત કરાતો નથી, તે છતાં તેની પ્રતિપત્તિ દેખાય છે.
વિવેચનઃ પૂર્વપક્ષ : અરે ! તમે તો ઘટાદિ શબ્દોનો સંકેત કરો છો, પણ ખરી વાત તો એ કે, ઘટાદિ શબ્દોનો સંકેત પણ કદી કરાતો જ નથી.
પાસે ઘડો હોય અને ત્યારે વક્તા કહે કે – “આ ઘડો લાવ” તો આવા શબ્દો સાંભળીને, પાસે ઊભેલી વ્યક્તિ ઘડો લેવા પ્રવર્તે છે... હવે તે વખતે બાજુમાં ઊભેલો બાળક (૧) ઘટની નજીકમાં રહીને ‘પટઃ' એવા શબ્દો બોલાતા સાંભળે, અને (૨) “પરમાનય' કહે તો લવાતો જુએ... એનાથી મયં પટ: એવા શબ્દનો અર્થ “સામે રહેલ કંબુગ્રીવાદિમાન્ પદાર્થ છે, એ જાણી લે છે. તે આ પ્રમાણે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org