________________
गुर्जरविवेचनसमन्वितः
१४९
કર્મો બંધાયા છે. (અહીં મિથ્યાત્વાદિગત “આદિ શબ્દથી બંધના હેતુ તરીકે અવિરતિ-પ્રમાદાદિનું પણ ગ્રહણ કરવું અને જ્ઞાનાવરણાદિગત “આદિ શબ્દથી બંધાતાં કર્મ તરીકે દર્શનાવરણાદિ કર્મો પણ લેવા...).
આ જ્ઞાનાવરણાદિ કર્મો આંખના પાટા જેવા છે. જેમ પાટો બાંધવાથી આંખ ઢંકાઈ જાય અને કશું ન દેખી શકાય, તેમ પાટા જેવા આ જ્ઞાનાવરણાદિ કર્મોથી જીવનું સ્વરૂપ (જ્ઞાન-ચૈતન્યરૂપ સ્વરૂપ) ઢંકાઈ જાય છે અને તેથી યથાર્થસ્વરૂપ જાણી શકાય નહીં.
પ્રશ્ન : આ કર્મ-આચ્છાદનને દૂર કરવાનો ઉપાય ?
ઉત્તર : જુઓ, (૧) સંકેત, (૨) તપ, (૩) ચારિત્ર, (૪) દાન, (૫) મિથ્યાત્વાદિના પ્રતિપક્ષભૂત-સમ્યક્તાદિની ભાવનાઓ... આ બધા ઉપાયો છે. અર્થાત્ જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમ-ક્ષયના કારણો છે.
આ બધા કારણોથી ક્ષયોપશમ-ક્ષય થયા બાદ, તે વ્યક્તિને વિવક્ષિત અર્થકાર (ઘટ શબ્દથી ઘટાકાર) સંવેદન થાય છે.
એટલે સાર એ કે, સંવેદન થવામાં મૂળ કારણ તો ક્ષયોપશમ જ છે... (૧) ક્ષયોપશમ હોય તો સંકેતાદિ વિના પણ અર્થાકાર સંવેદન થાય, અને (૨) ક્ષયોપશમ ન હોય તો સંકેતાદિ હોવા છતાં પણ અર્થાકાર સંવેદન ન થાય. - પૂર્વપક્ષ: જો પૂર્વોક્ત ક્રમ ન માનીએ તો? અર્થાત્ ક્ષયોપશમથી જ અર્થાકાર સંવેદન થાયએવું ન *માનીએ તો ?
સ્યાદ્વાદી? તો તો અર્થકાર સંવેદનની પ્રવૃત્તિનો જ અભાવ થાય ! કારણ કે નાના-નાના બાળકોને તો આ જન્મની અપેક્ષાએ પહેલીવાર જ તે પદાર્થો દેખાયા છે. એટલે તેઓને તેનો સંકેત કોઈએ કદી કર્યો જ નથી. આવા અસંકેતિત બાળકોને તો સંકેત કરવો શક્ય જ નથી (કેમ શક્ય નથી? તે હમણાં જ બતાવશે.) એટલે તેવા બાળકોને તો ક્ષયોપશમથી જ અર્થાકાર સંવેદન માનવું રહ્યું, અર્થાત્ ક્ષયોપશમ જ સંવેદનસાધક સિદ્ધ થયો.
પ્રશ્ન : બાળકને કેમ સંકેત કરવો શક્ય નથી ?
ઉત્તરઃ જુઓ - કોઈ વક્તા સંકેત કરવા, આવો વાક્યપ્રયોગ કરે કે “ષ પટઃ ૩ખ્યતે'...તો આ સંકેતક શબ્દો છે હવે તેમાંના પ્ત ૩ને શબ્દોનો સંકેત થયો નથી (બાળકને કંઈ જ ખબર નથી) તો તે શબ્દોનો અર્થ જ નહીં જણાય... | * પૂર્વપક્ષીને એ સાબિત કરવું છે કે – સંવેદનની પ્રવૃત્તિમાં ક્ષયોપશમ નહીં, પણ સંકેતાદિ જ કારણ છે – અને આવું સાબિત કરવા પાછળ ગૂઢ આશય એ કે, વસ્તુ અભિશાપરૂપ (શબ્દવા) ન હોઈ શકે, નહીંતર તો સંકેત વિના પણ શબ્દથી વસ્તુનો બોધ કેમ ન થાય? પણ ગ્રંથકારશ્રી, સંકેત વિના પણ ક્ષયોપશમથી સંવેદનની સંગતિ કરી, પૂર્વપક્ષીના પ્રલાપનો નિરાસ કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org