________________
गुर्जरविवेचनसमन्वितः
१४७
અસ્તિત્વ હોવામાં કોઈ વિરોધ નથી. (અને તો તેને લઈને ઉભયરૂપતા હોવામાં પણ કોઈ વિરોધ નથી.)
છે અભિલાણ - અનભિલાપ્યતાનો અવિનાભાવ છે. તેથી ઘટાદિ વસ્તુઓ, જે કારણથી અભિલાસ્વરૂપ છે, તે જ કારણથી અનભિલાસ્વરૂપ છે.
તેનું કારણ એ કે, તેઓ, અભિલાખધર્મસમૂહરૂપ નિમિત્તની અપેક્ષાએ અભિલાપ્ય છે અને અભિલાપ્યધર્મો તો અનભિલાપ્યધર્મો સાથે કથંચિત્ અવિનાભૂત=સંબંધિત છે. એટલે તે અભિલાપ્યધર્મરૂપ નિમિત્ત પણ કથંચિત્ અનભિલાપ્યધર્મરૂપ છે અને તો તેવા નિમિત્તને લઈને વસ્તુ અનભિલાષ્યરૂપ પણ બને જ.
તે જ રીતે ઘટાદિ વસ્તુઓ, જે કારણથી અનભિલાખરૂપ છે, તે જ કારણથી અભિલાષ્યરૂપ છે, કારણ કે તેઓ અનભિલાખધર્મ સમૂહરૂપ નિમિત્તની અપેક્ષાએ અનભિલાય છે અને અનભિલાપ્યધર્મો તો અભિલાપ્યધર્મો સાથે કથંચિત્ અવિનાભૂત=સંબંધિત છે. એટલે તે અનભિલાપ્યધર્મરૂપ નિમિત્ત પણ કથંચિત્ અભિલાપ્યધર્મરૂપ છે અને તો તેવા નિમિત્તને લઈને વસ્તુ અભિલાષ્યરૂપ પણ બને જ.
સાર: આમ દરેક વસ્તુઓ કથંચિત્ અભિલાખ-અનભિલાપ્ય હોઈ ઉભયરૂપ સિદ્ધ થાય છે.
स्यादेतद्, यदि तदभिलाप्यानभिलाप्यधर्मकम्, एवं तर्हि अभिलाप्यानां शब्देनाभिधीयमानत्वात् किमित्यकृतसङ्केतस्य पुरोऽवस्थितेऽपि वाच्ये शब्दान संप्रत्ययप्रवृत्ती મવતઃ ? રૂતિ |
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ ઃ જો તે અભિલાપ્ય-અનભિલાપ્ય ધર્મવાળી હોય, તો અભિલાપ્યધર્મો શબ્દથી કથિત થવાથી, જેને સંકેત નથી કરાયો, તેવી વ્યક્તિને પણ, સામે રહેલી પણ વાચ્ય વસ્તુ વિશે, શબ્દથી પ્રત્યયપ્રવૃત્તિ કેમ થતા નથી?
અભિલાપ્ય - અનભિલાણ અંગે આશંકા છે | વિવેચનઃ પૂર્વપક્ષઃ જો વસ્તુ અભિલાખ-અનભિલાપ્ય બંને પ્રકારના ધર્મવાળી હોય, તો શબ્દથી તેના અભિલાપ્ય ધર્મોનું કથન થતાં, જે વ્યક્તિને તેવો સંકેત કરાયો નથી, તે વ્યક્તિના પણ, પુરોવર્સી પદાર્થ વિશે શબ્દથી તેવા પ્રત્યય-પ્રવૃત્તિ થવા જોઈએ, તે કેમ થતા નથી ?
આશય એ કે, વસ્તુના ધર્મો જો અભિલાપ્ય હોય તો, તે તે શબ્દોથી તે ધર્મોનો અભિલાપ થવાનો જ. હવે નાળિયેરદ્વીપવાસી વ્યક્તિ; કે જેને વસ્તુ વિશે શબ્દસંકેત કદી કરાયો નથી, તે વ્યક્તિ, (૧) વક્તા વડે કહેવાતા પનસ' શબ્દને સાંભળે છે. અને (૨) અભિલાષ્યરૂપ તે પનસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org