________________
१४६
अनेकान्तवादप्रवेशः
છે, કારણ કે અભિલાપ્યધર્મકલાપરૂપ નિમિત્તની અપેક્ષાએ અભિલાપ્ય છે અને અભિલાપ્યધર્મો અનભિલાપ્યધર્મોને અવિનાભૂત છે... અને તેઓ જેથી અનભિલાપ્ય છે, એથી જ અભિલાપ્ય છે; કેમ કે અનભિલાપ્યધર્મકલાપરૂપ નિમિત્તની અપેક્ષાએ અનભિલાય છે અને અનભિલાપ્યધર્મો તો અભિલાપ્યધર્મને અવિનાભૂત છે...
# વસ્તુની અભિલાણતા-અનભિલાપ્યતાસિદ્ધિ શાક વિવેચન : જો વસ્તુને અભિલાખ-અનભિલાષ્યરૂપ ન માનો, તો તે વસ્તુવિષયક વ્યવહાર જ સંગત ન થાય, તે કહી ગયા... એટલે વસ્તુને અભિલાપ્ય-અનભિલાપ્ય ઉભયરૂપ માનવી જ રહી, એવું નિબંધ સિદ્ધ થાય છે.
પ્રશ્ન : પણ એક જ વસ્તુને અભિલાપ્ય-અનભિલાષ્યરૂપ માનવામાં વિરોધ ન આવે ?
ઉત્તરઃ ના, કારણ કે જેમ ઉપરનો ગ્લાસ ખાલી હોય અને નીચેનો ગ્લાસ ભરેલો હોય તો ભરેલો અને ખાલી એ બે પરસ્પર વિરોધી જણાતા ધર્મો પણ જુદી જુદી અપેક્ષાએ એક ગ્લાસમાં રહી શકે છે - તેમાં કોઈ વિરોધ નથી, તેમ અભિલાપ્ય-અનભિલાષ્યરૂપતા પણ જુદા જુદા નિમિત્તે એક વસ્તુમાં હોવામાં કોઈ વિરોધ નથી.
પ્રશ્ન : એક વસ્તુમાં, જુદું જુદું નિમિત્ત શું?
ઉત્તર : જુઓ, વસ્તુમાં નિમિત્તરૂપ બે ધર્મો રહ્યાં છે : (૧) અભિલાખધર્મ અને (૨) અનભિલાપ્યધર્મ...
(૧) જે ધર્મોનું મુખ્યરૂપે કથન થાય અને જેઓ શબ્દથી વાચ્યરૂપે પરિણમનાર છે, તેઓ અભિલાપ્ય ધર્મ કહેવાય. જેમ કે ઘટમાં ઘટવાદિ... (તે ધર્મો પોત-પોતાના ઘટવાદિ શબ્દોથી મુખ્યરૂપે પ્રતિપાદિત થાય છે.)
(૨) જે ધર્મોનું મુખ્યરૂપે કથન નથી થતું અને સ્વસંવેદિત હોવા છતાં પણ જેઓનું શબ્દથી વાચ્યરૂપે પરિણમન નથી થતું, તેઓ અનભિલાપ્યધર્મ કહેવાય. જેમકે ઘટમાં પટવ્યાવૃત્તિ આદિ. (‘ઘટત્વ' શબ્દ, મુખ્યરૂપે ઘટત્વધર્મને જ કહે છે, પણ ગૌણરૂપે ઘટમાં રહેલ પટવ્યાવૃત્તિ આદિ ધર્મો પણ કથિત થાય છે... એટલે પટવ્યાવૃત્તિ-આદિ ધર્મો, ગૌણરૂપે યદ્યપિ કથિત છે, પણ મુખ્યરૂપે તેઓ કથિત ન હોવાથી જ તેઓને અનભિલાખ કહેવાય છે.)
આમ ધર્મરૂપ બે નિમિત્ત જુદા જુદા હોવાથી, એક જ વસ્તુમાં, અભિલાધર્મની અપેક્ષાએ અભિલાષ્યરૂપતા અને અનભિલાપ્યધર્મની અપેક્ષાએ અનભિલાષ્યરૂપતા – એમ ઉભયરૂપતા હોવામાં કોઈ વિરોધ નથી.
પ્રશ્ન : પણ બે ધર્મવાળી વસ્તુ તો એક જ છે ને? તો તેમાં જુદા જુદા નિમિત્તો શી રીતે?
ઉત્તર : જુઓ; ધર્મો એકાંતે ધર્મરૂપ જ નથી, પણ તેઓનો કથંચિત્ ભેદ પણ છે, એ વાત અમે પૂર્વે જ કહી ગયા છીએ. એટલે ધર્મી એક હોવા છતાં પણ, જુદા જુદા નિમિત્તોનું (ધર્મોનું)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org